પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાંથી ચાર રાજ્યોમાં પ્રચંડ જીત મેળવી ભાજપે સાબિત કરી દીધુ છે કે તેને હરાવવું આસાન નથી. જોકે, આ તમામ રાજ્યોમાં જીતનો પાયો PM મોદીએ જ નાખ્યો હતો. હવે ગુજરાતના પનોતા પુત્ર PM મોદી આજે રાજ્યમાં પધારવાના છે. તેઓ આજે અમદાવાદ એરપોર્ટ ઉતરીને બાદમાં ગાંધીનગરમાં આવેલા ભાજપ કાર્યાલય કમલમમાં પહોંચશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં અમદાવાદ એરપોર્ટમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત ઘણા મંત્રીઓ પહોંચી ચુક્યા છે. વળી PM મોદીના અમદાવાદથી ગાંધીનગરના રોડ શો દરમિયાન કોઇ વિઘ્ન ન આવે તે માટે અમદાવાદથી ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આ રોડ શોમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઇપણ ચૂક ન રહી જાય તે માટે આ રોડ પર સામાન્ય નાગરિકોની અવર-જવર બંધ કરી દેવામાં આવી છે. ચાર રાજ્યોમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ હવે PM મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આ વર્ષના અંતમાં ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇને ભાજપ અત્યારથી જ તૈયારીમાં લાગી ગયુ છે. વળી PM મોદીના રાજ્ય પ્રવાસને પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે. સુત્રોની માનીએ તો, PM મોદી વર્ષના અંતમાં થવાની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ આજથી શરૂ કરી શકે છે. વળી આજે વડા પ્રધાન મોદી માદરે વતન પધારી રહ્યા છે, જેને લઇને જનતામાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. PM ની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો કમલમ સુધી પહોંચી રહ્યા છે. PMની સુરક્ષામાં કોઇ ચૂક ન રહી જાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી હતી. CM ગુરુવારે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાનાર પંચાયતી રાજ મહાસંમેલન અને નવરંગપુરા ખાતે ખેલ મહાકુંભના સ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે તૈયારીઓની માહિતી લીધી હતી. તેમણે સ્થળ પર બેઠક વ્યવસ્થા અને પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય સચિવ પંકજ કુમાર, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.PM મોદીનો આજનો કાર્યક્રમસવારે 10 કલાકે: અમદાવાદ એરપોર્ટ પર આગમનસવારે 10:15 કલાકે: એરપોર્ટથી રોડ શો શરૂ થશેસવારે 11:15 કલાકે: કમલમ ખાતે આગમનબપોરે 1 કલાકે: કમલમમાં સભાસાંજે 4 કલાકે: જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પંચાયત મહાસંમેલનસાંજે 6 કલાકે: રાજભવન પહોંચશે, રાત્રિ આરામ12 માર્ચનો કાર્યક્રમસવારે 10 કલાકે: નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન અને દીક્ષાંત સમારોહબપોરે 1 કલાકે: રાજભવન પર પાછા ફરોસાંજે 6 કલાકે: અમદાવાદ નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનું ઉદ્ઘાટનરાત્રે 8 કલાકે: સ્ટેડિયમથી એરપોર્ટ છોડશેરાત્રે 8:30 કલાકે: નવી દિલ્હીથી અમદાવાદ માટે રવાના