Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોલીવુડના અભિનેતા કાર્તિક આર્યન ઉત્તરાયણના સફેદ રણની મુલાકાત લેશે, જુઓ video

બોલીવુડના  અભિનેતા કાર્તિક આર્યન ઉત્તરાયણના સફેદ રણની મુલાકાત લેશે.તેવું જાણવા મળે છે ઉત્તરાયણના કાર્તિક આર્યન સફેદ રણમાં પતંગ ઉડાડશે અને સાથે જ તેમની આવનારી ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન પણ કરશે તેવું પણ જાણવા મળ્યું છેઆ પ્રથમ ઘટના બનશે કે કચ્છના રણમાં કોઈ બોલીવુડ ફિલ્મના પ્રમોશન માટે અભિનેતા આવવાના હોય.પ્રવાસન થકી એક સમયે નિર્જન પડ્યું રહેતું કચ્છનું સફેદ રણ આજે વિશ્વફલક પર ચ
બોલીવુડના અભિનેતા કાર્તિક આર્યન ઉત્તરાયણના સફેદ રણની મુલાકાત લેશે  જુઓ video
Advertisement
બોલીવુડના  અભિનેતા કાર્તિક આર્યન ઉત્તરાયણના સફેદ રણની મુલાકાત લેશે.તેવું જાણવા મળે છે ઉત્તરાયણના કાર્તિક આર્યન સફેદ રણમાં પતંગ ઉડાડશે અને સાથે જ તેમની આવનારી ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન પણ કરશે તેવું પણ જાણવા મળ્યું છેઆ પ્રથમ ઘટના બનશે કે કચ્છના રણમાં કોઈ બોલીવુડ ફિલ્મના પ્રમોશન માટે અભિનેતા આવવાના હોય.પ્રવાસન થકી એક સમયે નિર્જન પડ્યું રહેતું કચ્છનું સફેદ રણ આજે વિશ્વફલક પર ચમક્યું છે.
દેશ વિદેશથી લોકો આ રણની સુંદરતા માણવા કચ્છ પધારે છે
દેશ વિદેશથી લોકો આ રણની સુંદરતા માણવા કચ્છ પધારે છે. ત્યારે પ્રવાસીઓના આ ધસારામાં બોલીવુડે પણ ક્ષમતા નિહાળી છે. 14 જાન્યુઆરીના ઉત્તરાયણના દિવસે બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન કચ્છના સફેદ રણની મુલાકાત લેશે અને પોતાની આગામી ફિલ્મ શેહઝાદાનું પ્રમોશન કરશે. ટી-સિરીઝ દ્વારા નિર્મિત ફિલ્મ શેહઝાદા આગામી 10 ફેબ્રુઆરીના સિનેમાઘરોમાં રિલીઝ થશે અને બોલીવુડના જાણીતા દિગ્દર્શક રોહિત ધવન દ્વારા તેનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે.
આ ફિલ્મના લીડ એક્ટર કાર્તિક આર્યન 14 જાન્યુઆરીના સફેદ રણ આવશે અને આ ફિલ્મનું પ્રમોશન કરશે, જેની સત્તાવાર વિગત ગુજરાત પ્રવાસન વિભાગે આપી હતી. કાર્યક્રમની વિગતો આપતા પ્રવાસન વિભાગે જણાવ્યું હતું કે બપોરે 1 વાગ્યે કાર્તિક આર્યન રણોત્સવ ખાતે પહોંચશે અને ઉત્તરાયણ હોવાથી રણમાં પતંગ પણ ઉડાડશે. ઉલ્લેખનીય એ છે કે 13 તારીખે સફેદ રણમાં યોજાનાર આંતરાષ્ટ્રીય પતંગોત્સવના અનેક પતંગબાજો આવી રહ્યા છે.જેઓ  આકર્ષક પતંગ ઉડાડશે જેને નિહાળવા કાર્તિક ખાસ ઉપસ્થિત રહેશે.  ત્યારબાદ પોતાના ફિલ્મનું પ્રમોશન પણ કરશે. 
સફેદ રણમાં હાલ પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે
કાર્તિક આર્યને પણ આ મુદ્દે એક વીડિયો સંદેશ જાહેર કરી લોકોને સફેદ રણમાં આવી તેમની સાથે પતંગ ઉડાડી પેચ લડાવવા આમંત્રણ પણ આપ્યો હતો. સફેદ રણમાં કોઈ બોલીવુડ ફિલ્મનું પ્રમોશન થતું હોય તેવી આ પહેલી ઘટના બનશે અને બોલીવુડ અભિનેતાને સાક્ષાત નિહાળવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી તેવી આશા સાથે પ્રવાસન વિભાગે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છેકાર્તિક આર્યનના આઘમનને લઈને લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો  હે તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તૈયારી ચાલી રહી છેસફેદ રણમાં હાલ પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે આ સમયે બોલિવૂડના અભિનેતાની એન્ટ્રીથી ચાર ચાંદ લાગશે તે એક હકીકત છે
Tags :
Advertisement

.

×