રાજકોટના જાાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુના આપઘાત બાદ તપાસનો ધમધમાટ શરુ થયો છે. સાથે જ એક બાદ એક નવા ખુલાસા અને તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. ત્યારે હવે આ અંગે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસમાં રાજકોટના DCPએ નિવેદન આપ્યું છે. ઝોન 2ના DCP મનોહર સિંહ જાડેજાના નિવેદનથી મોટો ખુલાસો થયો છે. DCPની પ્રેસ કોન્ફરન્સમનોહર સિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે કે ‘મહેન્દ્ર પટેલે મોબાઇલની અંદર સ્યુસાઇડ નોટ લખી હતી. આ સિવાય આ અંગે જે એફઆઇઆર નોંધવામાં આવી છે, તેમાં કુલ સાત લોકોના નામ છે. જેમાં પાંચ આરોપી અમદાવાદના છે અને બે આરોપી રાજકોટના છે.’ આ સિવાય તેમણે જણાવ્યું કે ‘મૃતક મહેન્દ્ર ફળદુ અને ઓઝોન ગૃપ વચ્ચે MOU થયા હતાય આ કરાર તેમની વચ્ચે બાવળા નજીક થયા હતા. આરોપીને પકડવા માટે ચાર ટીમો બનાવવામાં આવશે અને તપાસ શરુ કરાશે.’ઓઝોન ગૃપ અને તેમના ભાગીદારો સાથે મહેન્દ્ર ફળદુએ એમઓયુ કર્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સ્યુસાઇડ નોટ આગલા દિવસે લખાઇ હોવાની વાત પણ જણાવવામાં આવી છે. સાત લોકો પૈસા પરત આપતા નહોતા તે અંગે પણ નિવેદન આપવામાં આવ્યું છે. આ અંગે પમ તપાસ કરવામાં આવશે. આ સિવાય મૃતક મહેન્દ્ર ફળદુએ ટેબલ પર મોબાઇલ ડેટા ઓન કરવા માટે ટેબલ પર નોટ લખી હતી.ફરિયાદમાં સાત નામFIRમાં જે સાત નામ છે તેની વાત કરીએ તો એમ.એમ. પટેલ, અમિત ચૌહાણ, અતુલ મહેતા, દિપક મણિલાલ પટેલ, પ્રણય કાંતિલાલ પટેલ, જયેશ કાંતિલાલ પટેલ અને પ્રકાશ ચંદુલાલ પટેલ છે. ઉલ્લેખનીય છે કે પ્રેસનોટના સ્વરુપમાં લખાયેલી સ્યુસાઇડ નોટમાં પણ દિપક પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારથી આ કેસ વધારે ગંભીર અને ચર્ચાનો વિષય બન્યો છે. મહેન્દ્ર ફળદુએ જે ઓઝોન ગૃપને આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યું હતું તેના પ્રમુખ દિપક પટેલ છે.તપાસ માટે SITની રચનાઆ હાઇપ્રોફાઇલ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. તપાસ માટે ચાર ટીમ બનાવીને તપાસ કરવામાં આવશે. રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા તપાસ કરવામાં આવશે. SIT દ્વારા આ તપાસનું સુપરવિઝન કરવામાં આવશે.