રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જે રાહતની વાત છે. 24 કલાકમાં રાજ્યમા 884 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી સાજા થવાનો દર 98.34 થયો છે. 24 કલાકમાં 13 દર્દીઓના મોત થયા છે. મહાનગરોની વાત કરીએ તો અમદાવાદ કોપોરેશનમાં નવા કેસ 366, મૃત્યુઆંક 2 જ્યારે 882 દર્દીઓ ડિસ્ચાર્જ થયાં. વડોદરા કોપોરેશનમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા 116 જ્યારે 4 વ્યક્તિઓના મૃત્યુ થયાં,તેની સામે 309 દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે. સુરતમાં નવા 35 કેસ નોંધાયા જ્યારે મૃત્યુઆંક શૂન્ય રહ્યો હતો. ગાંધીનગરમાં નવા 23 કેસ નોંધાયા છે. કોરોના સામે રસીકરણ ઝુંબેશમાં પાછલા 24 કલાકમાં 1,68,132 વ્યક્તિઓને કોરોના સામે રક્ષણ માટે રસી પણ મૂકવામાં આવી છે.