પાલનપુર પંથકમાં પાણીના તળ ઊંડા જતા પાણી વગર ખેડૂતોને ખેતી અને પશુપાલન મુશ્કેલ બનતાં આજે સોમવારે પાલનપુર પંથકના 50 ગામોના ખેડૂતોએ મલાણા ગામના તળાવમાં ભૂમિ પૂજન અને ગંગા આરતી કરીને પાણીની માંગને લઇને જળ આંદોલન શરૂ કર્યું છે પાલનપુર તાલુકાના મલાણા ગામેથી 100 જેટલા ટ્રેકટરો દ્વારા હજારો ખેડૂતોએ રેલી નીકાળી કલેકટરને આવેદન આપ્યું હતુંપાલનપુર તાલુકાના મલાણા ગામ અને આજુબાજુના 50 ગામોમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે જળાશયોમાં પાણી નથી પાણીના તળ 1000 ફૂટ નીચે ગયા છે ત્યારે છેલ્લા ૨૫ વર્ષથી મલાણા તળાવ ભરવાની માંગ છે જોકે, પશુપાલકો અને ખેડૂતોને પાણી ન મળતા ખેતીના બુરા હાલ છે ત્યારે વારંવારની માગણી છતાં મલાણા સહિતના તળાવો ભરવામાં ન આવતાં મોટી સંખ્યામાં ખેડૂતો મલાણા ગામના તળાવમાં એકત્રિત થયા અને ત્યાં ભૂમિ પૂજન ,અને ગંગા આરતી કરીને ટ્રેક્ટરો દ્વારા મહારેલી નીકાળીને પાલનપુર તરફ પ્રસ્થાન કર્યું હતું.આંદોલનની ચીમકી ટ્રેક્ટરો દ્વારા પાલનપુરના બિહારી બાગ પાસે પહોંચીને મોટી સંખ્યામાં ખેડુતોએ એકત્રિત થઈને ત્યાંથી 5 કિલોમીટર ચાલીને પગપાળા મહારેલી કાઢી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં જઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પાણીની માંગ કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો અમને પાણી નહિ મળે તો અમે 50 ગામોના તમામ લોકો સાથે ધરણા ઉપર ઉતરીશું અને જરૂર પડશે તો ચુંટણીનો બહિષ્કાર કરીશું અને અમારા તમામ પશુઓ સાથે સરકારી કચેરીઓ આગળ બેસી જઈશું.ખેડૂત આગેવાન માવજી પટેલ એ આંદોલનની ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે, પાલનપુર પંથક પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને પશુપાલનના વ્યવસાય માટે સિંચાઈ માટે પાણીની જરૂર હોય છે જોકે પાલનપુર તાલુકામાં નથી કોઈ ડેમ કે નથી કોઈ તળાવ કોઈ કેનાલની પણ સુવિધા નથી ત્યારે પશુપાલકોને પણ સિંચાઈના પાણી લઈને ખૂબ જ મુશ્કેલીઓ ભોગવવી પડતી હોય છે ,છેલ્લા 25 વર્ષથી સરકાર પાણીને લઇને લોલીપોપ આપી રહી છે ત્યારે આખરે ખેડૂતોને આંદોલનનો માર્ગ અપનાવવો પડયો છે અને આજે પાલનપુર તાલુકાના મલાણા ગામથી હજારો ખેડૂતોએ રેલી નીકાળીને કલેક્ટર કચેરીએ પહોંચેલા ખેડૂતોને પાણી માટેની ઉગ્ર માંગ કરી હતી .