કેટલાય પ્રમાણપત્ર ને શિલ્ડ શો-કેશને શોભાયમાન કરી રહ્યાં છે...ને એપરિવારને શોભાયમાન કરી રહી છે.***************************************************************એ ઘેર આવે એની સાક્ષીએ જીવન જીવે એની સાક્ષીએ અને વિદાય લે એની સાક્ષીએસાચે જ સ્ત્રીનું જીવન એટલેઆજીવન અગ્નિ સાથે દોસ્તી.... *******************************************************************નાની-નાની વાતે ટોકી શિખામણ આપતા સાસુનેરોજ સવારે વંદન કરી ઘરનું કામ શરુ કરતી પૂત્રવધુને ઘર આખું કરે છે પ્રણામ !!!************************************************************************મા બનવાની સક્ષમતા હોવા છતાંયએ જઈ ચડી બાલાશ્રમના દ્વાર પર !!!***************************************************************************એણે કરેલા દગાનો બદલો લેવા એ સક્ષમ હતીપણ એનામાં રહેલ ડોકટરે એનું જ ધાર્યું કર્યું !!- પારસ એસ. હેમાણી