ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોનાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1હજાર 274 કેસ નોંધાયા છે. કોરોનાના કારણે નવા 13 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 97.94 ટકાથયો છે. રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 416, વડોદરામાં 336, સુરતમાં 94 તો રાજકોટમાં 56 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ગુજરાતના ફુલ કેસોની જો વાત કરવામાં આવેતો કુલ 12,15,290 છે જેની સામે 11,90,271 દર્દીઓ રિકવર પણ થયાં છે.રસીકરણ અંગે વાત કરીએ તો શનિવાર સાંજના પાંચ વાગ્યાથી રવિવાર સાંજના ચાર વાગ્યા સુધીમાં ગુજરાત ભરમાં 78,107 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.