રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6,679 નવા કેસ નોંધાયા છે. જેની સામે 14,171 દર્દીઓ સાજા થયા છે. જ્યારે એક દિવસમાં મૃત્યુઆંક 35 પહોંચ્યો છે જે ચિંતાનો વિષય છે. ત્યારે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની વાત કરીએ તો અમદાવાદમાં 2,350 કેસ, સુરતમાં 277 કેસ, રાજકોટમાં 602 કેસ અને વડોદરામાં 602 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં 83,793 એક્ટિવ કેસ છે.