દર વર્ષની જેમ ગત વર્ષના બજેટમા પણ વિવિધ જાહેરાત કરવમા આવી હતી જેમાંથી કેટલીક જાહેરાતોનું અમલીકરણ કરવામાં આવ્યું નથી તો કેટલીક જાહેરાત પોકળ સાબિત થઇ છે. અમદાવાદ મહાનગરપાલિકાના સતાધારી પક્ષ વિકાસની વાતો કરે છે, અને બજેટમાં તેને સામેલ પણ કરવામા આવે છે પરંતું આ કામગીરી જમીન પર જોવા મળતી નથી. ભૂતકાળમાં બજેટમાં રજૂ કરેલા અનેક કામો હજુ પણ અધૂરા છે. ગત વર્ષના બજેટમાં બાકી રહેલા કામોની વાત કરીએ તો 19 સ્માર્ટ વોટર ATM શારદાબહેન હોસ્પિટલમાં કેન્સર અને કિડનીના નિદાન માટેના અલાયદા વોર્ડશહેરની રેફરલ હોસ્પિટલને વધુ અદ્યતન બનાવવીઝાયડસ રોડ પર 30 બેડની અધતન હોસ્પિટલના નિર્માણ માટે 15 કરોડની ફાળવણી કરવાની બાકીઠક્કરબાપાનગર વોર્ડમાં જીમ બનાવવા એક કરોડની જોગવાઈ નથી કરાઈવર્ષ 2020-21ના 263 કરોડના કામો હજુ કાગળ પર5 વર્ષમાં બાકી રહી ગયેલા કામોની વાત કરીએ તો ભદ્ર કિલ્લાથી ત્રણ દરવાજા સુધીના વિસ્તારને સિટી સ્કવેર તરીકે વિકસાવવોકાલુપુર રેલવે સ્ટેશન, ખમાસાચારરસ્તા, નિકોલ, વાળીનાથ ચોક, નારાણપુરા, બાપુનગર ખાતે ફૂટ ઓવરબ્રિજ ની કામગીરીમોડ્યુલર મિકેનિકલ કાર પાર્કીંગશહેરના 500 સ્થળોએ શુદ્ધ હવાના મશીનમહાનગરપાલિકા સંચાલિક FM રેડિયો સ્ટેશન બનાવવાસોલાથી સરખેજના વિસ્તારમા 500 બેડની હોસ્પીટલ બાકીપૂર્વ વિસ્તારમા મહિલાઓની હોસ્પિટલસમગ્ર શહેરમાં 24 કલાક પાણીપોલ્યુશન કંટ્રોલ એક્શન પ્લાનહેરીટેજ બિલ્ડિંગ સેન્ટરચંડોળા તળાવનો વિકાસડ્રગ ટેસ્ટીંગ લેબજલધારા વોટર પાર્કની જગ્યાએ મનોરંજનની નવી વ્યવસ્થાકાંકરિયા ખાતે સિંગાપોર જેવું એક્વેરિયમ