ગાંધીનગરમાં કાચ તોડ ગેંગનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ગાંધીનગરના દહેગામ શહેરમાં નાંદોલ રોડ પર પુરુષોત્તમ ધામમાં રહેતા વેપારી બેન્કમાંથી તેમના ધંધાર્થે રૂ.2.70 લાખ રૂપિયાની રોકડ લઇને ઘરે આવ્યા હતા. વેપારીએ કાર પાર્ક કરી હતી તે સ્થળે કેટલાક ઇસમો આવ્યા અને કારના કાચ તોડી તેમાંથી લાખોની રોકડ લઈને ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં વેપારીએ દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ હાથ ધરી.