'લોભીયા હોય ત્યા ધૂતારા ભૂખ્યા ન મરે' આ કહેવતને સાચી ઠેરવતી ઘટના પ્રકાશમાં આવી છે. લોકોને છેતરવા ચોર ટોળકી જાત જાતના નુસખા અજમાવતા હોય છે ત્યારે આવી જ રીતે અજીબોગરીબ મોડસ ઓપરેન્ડી અપનાવી લોકોને છેતરતી ટોળકીને અમદાવાદ પોલીસે ઝડપી પાડી છે.લૂંટારું ટોળકીની અનોખી મોડસ ઓપરેન્ડીખોદકામ દરમ્યાન જમીનમાથી સોનું મળ્યું છે તેમ કહી લોકોને ટોળકી પહેલા પહેલા અસલી સોનું બતાવે છે. જમીનમાંથી નીકળેલ સોનું વેચવાનું છે તેમ કહી તેઓ ગ્રાહક સાથે સોદો કરે છે અને સોદો કરતી વખતે નકલી સોનું પધરાવી આરોપીઓ રફુચક્કર થઈ જાય છે. આ જ મોડસ ઓપરેન્ડીથી આરોપીઓએ સમગ્ર ગુજરાતમાં આતંક મચાવ્યો હતો.લૂંટારુઓ આવ્યા પોલીસના સંકંજામાંસમગ્ર ગુજરાતમાં છેતરપિંડી કરી આતંક મચાવનાર ટોળકીને આખરે પોલીસે ઝડપી પાડી છે. ખોદકામ દરમિયાન સોના-ચાંદીના દાગીના મળ્યા હોવાનું કહીને નકલી ઘરેણા પધરાવવા આરોપીઓની મોડસ ઓપરેન્ડી હતી. ખોદકામ દરમિયાન સોનું મળ્યું છે અને પૈસાની જરૂર હોવાથી ઘરેણા વેચવા છે તેવું કહીને આરોપીઓ સોની વેપારીઓને ચૂનો લગાવતા હતા.આખરે અમદાવાદની ઝોન-7 LCBની ટીમે ઠગાઈ કરનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સંજય ઉર્ફે કાળુ ભીલ, વિજય રાઠોડ અને કાનજી ઉર્ફે કાનો વાઘેલા આ આરોપીઓ સરખેજ અને શાહીબાગના બે વેપારીને નકલી સોનુ-ચાંદી પધરાવીને રૂ.1-1 લાખ પડાવ્યા હતા. આરોપીઓ પહેલા પોતે મજૂરી કામ કરે છે અને ખોદકામ દરમિયાન સોનુ મળ્યું હોવાની વાત કરતા હતા. આ રીતે વેપારીને વિશ્વાસમાં લેતા હતા અને ત્યારબાદ કોઈ એક અસલી સોનાનું ઘરેણું બતાવી સોદો નક્કી કરતા હતા. વેપારી સોદો કરવા તૈયાર થઈ જાય કે તુરંત જ સોના જેવી નકલી ધાતુ પધરાવી રૂપિયા લઈને ફરાર થઇ જતા હતા. આરોપીઓ એક ગુનો આચરી બીજા શહેરમાં ફરાર થઈ જતા હતા. ત્રણેય આરોપીઓએ દોઢ મહિનામાં સરખેજ અને શાહીબાગ ઉપરાંત સુરતમાં 2 અને મહેસાણામાં 1 એમ 5 ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે.