Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં યોજાયા અનોખા લગ્ન, નો પ્લાસ્ટિકની થીમ સાથે દીકરીને કન્યાદાનમાં ગાય અપાઈ

દર વર્ષે લગ્નસરાની સિઝનમાં (Wedding season) લોકો અવનવી થીમ પર પોતાના દીકરા કે દીકરીના લગ્નનું આયોજન કરતા હોય છે. હાલ પણ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે લોકો મોટા આયોજનોની સાથે અલગ અલગ થીમ તેમજ સેટ ઉભા કરીને મબલખ પૈસો ખર્ચી લગ્નનો તામઝામ કરતા હોય છે. જેની સામે સુરતના (surat) પાલ વિસ્તારમાં (Pal area)રહેતા એક ખેડૂત વિપુલ પટેલે પોતાની દીકરીના લગ્નનું અનોખી રીતે આયોજન કર્યું હતું અને દીકરીનો સમગ્ર લગ
સુરતમાં યોજાયા અનોખા લગ્ન  નો પ્લાસ્ટિકની થીમ સાથે દીકરીને કન્યાદાનમાં ગાય અપાઈ
Advertisement
દર વર્ષે લગ્નસરાની સિઝનમાં (Wedding season) લોકો અવનવી થીમ પર પોતાના દીકરા કે દીકરીના લગ્નનું આયોજન કરતા હોય છે. હાલ પણ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે લોકો મોટા આયોજનોની સાથે અલગ અલગ થીમ તેમજ સેટ ઉભા કરીને મબલખ પૈસો ખર્ચી લગ્નનો તામઝામ કરતા હોય છે. જેની સામે સુરતના (surat) પાલ વિસ્તારમાં (Pal area)રહેતા એક ખેડૂત વિપુલ પટેલે પોતાની દીકરીના લગ્નનું અનોખી રીતે આયોજન કર્યું હતું અને દીકરીનો સમગ્ર લગ્ન પ્રસંગ પ્રકૃતિને અર્પણ કર્યો હતો. વિપુલભાઈ નું કહેવું હતું કે પર્યાવરણની જાળવણી માટે તેમણે આ પ્રકારે દીકરીના લગ્નનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું.



સુરતમાં એક ખેડૂતની  દીકરીના  અનોખા લગ્ન 
સુરત શહેરના પાલ વિસ્તારમાં રહેતા એક ખેડૂત વિપુલ પટેલની દીકરી રિદ્ધિ ના સુરત ખાતે લગ્ન યોજાયા હતા. દરેક પિતાને પોતાની દીકરીના લગ્ન ધામધૂમથી કરવાનો હોંશ હોય છે. સાથે સાથે તેઓ એમ પણ વિચારતા હોય કે, દીકરીને વળાવીએ ત્યારે સારી રીતે કન્યાદાન કરીએ કે દીકરી સુખી થાય અને લગ્ન પ્રસંગને લોકો યાદ રાખે. પરંતુ વિપુલ પટેલને મનમાં એવો વિચાર આવ્યો કે, મારી દીકરી ના લગ્ન માત્ર લોકો જ નહીં પરંતુ પ્રકૃતિ પણ યાદ રાખે, તેથી તેમણે તેમની દીકરી રિદ્ધિ ના લગ્નમાં શરૂઆત દીકરીના લગ્નના કંકોત્રી થી કરાઈ હતી. આ કંકોત્રી એ રીતે બનાવાઈ હતી કે, જેમાં તુલસીના બીજ વાપરવામાં આવ્યા હતા જેને લગ્ન પત્યા બાદ કુંડામાં નાખવાથી તુલસીનો છોડ ઉગી નીકળે. 



લગ્નના સેટ લાકડા અને  ફાઇબર મટીરીયલનો ઉપયોગ કરી  બનાવાયો 
બીજી તરફ અત્યારે લોકો લગ્નના સેટ લાકડા, ફાઇબર અથવા અન્ય મટીરીયલનો ઉપયોગ કરીને બનાવે છે. જેને કારણે પર્યાવરણને નુકસાન પહોંચે છે. લગ્નમાં જોવા જઈએ તો મોટા ભાગની જગ્યાએ પ્લાસ્ટિકનો પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. પરંતુ રિદ્ધિ ના લગ્નમાં "નો-પ્લાસ્ટિક" થીમ આધારિત સમગ્ર સજાવટ કરવામાં આવી હતી. તેમજ લગ્નપ્રસંગે મહેમાનો ને જમવા માટે ગાય આધારિત ખેતીથી ઉગાડેલા ઓર્ગેનિક શાકભાજી થકી જમવાનું બનાવ્યું હતું. તેમજ જમવાનું બનાવવા માટેની વસ્તુઓ પણ ગાય આધારિત રાખી હતી. એટલું જ નહીં પરંતુ જમવા માટેની જે પ્લેટ હતી તે પ્લેટ પણ એ પ્રકારે રખાઈ હતી કે, તે ફરીથી ઉપયોગમાં લઈ શકાય અને તેનાથી પર્યાવરણને કોઈ નુકસાન ન પહોંચે.
લગ્નમાં દુલ્હનની એન્ટ્રીનો ટ્રેન્ડ શરૂ થયો 
અત્યારે લગ્નમાં દુલ્હનની એન્ટ્રીનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં દુલ્હન લગ્ન મંડપમાં આવવાના સમયે બુલેટ પર, ગાડીમાં કે મોટા મોટા રથ બનાવીને તેમાં એન્ટ્રી લેતી હોય છે. પરંતુ વિપુલભાઈએ નક્કી કર્યું હતું કે, તેમની દીકરીને લગ્ન મંડપમાં એન્ટ્રી બળદ ગાડામાં કરાવવામાં આવશે અને લગ્નના દિવસે ત્યાં હાજર મહેમાનોની વચ્ચે 23 વર્ષીય દીકરી રિદ્ધિએ લગ્ન મંડપમાં પરંપરાગત રીતે બળદ ગાડામાં બેસીને એન્ટ્રી લીધી હતી. લગ્ન પત્યા બાદ જ્યારે દીકરીને કન્યાદાન આપવાનું હોય છે ત્યારે એક ઉત્તમ ઉદાહરણ તરીકે વિપુલભાઈએ રિદ્ધીને કન્યાદાનમાં ગૌમાતાનું દાન કર્યું હતું.
જૂની પરંપરાને સાર્થક નાનકડો પ્રયત્ન કર્યો 
તેમનું માનવું છે કે આધુનિકતા અત્યારે દરેક ક્ષેત્રમાં સારી છે લોકોનો વિકાસ થઈ રહ્યો છે. પરંતુ ક્યાંક તેનાથી પર્યાવરણને નુકસાન પણ પહોંચી રહ્યું છે. એટલે મેં મારી દીકરીના લગ્નમાં આધુનિકતા લાવવાનો વિચાર તો કર્યો પરંતુ પર્યાવરણના ભોગે નહીં. જેથી મારી દીકરી રિદ્ધિના લગ્ન પ્રસંગમાં ઘરના આંગણામાં ગાય, મધ્યમાં તુલસી ક્યારો રાખ્યો હતો. તેમજ ગૌ આધારિત રસોઈ બનાવીને જૂની પરંપરાને સાર્થક કરવાનો એક નાનકડો પ્રયત્ન કર્યો હતો.
પોતાના પિતાની આ પહેલમાં દીકરી રિદ્ધિ પણ જોડાઈ હતી અને હાલ તે સી.એ. ની પરીક્ષા આપી રહી છે. ત્યારે તેણે પણ નક્કી કર્યું છે કે, લગ્ન બાદ તેની કમાણીનો 10% ભાગ દર મહિને તે ગૌમાતાને સમર્પિત કરશે અને સાથે સાથે પર્યાવરણની જાળવણી પણ કરશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×