Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાજપની યાદીમાં 39 પાટીદાર, 9 બ્રાહ્મણ, 6 ક્ષત્રિય, મોટા માર્જિનથી જીતનારા ચહેરાઓને ફરી ટિકિટ આપી

160 ઉમેદવારોમાંથી 39 પાટીદારભાજપે જે 160 ઉમેદવારની યાદી જાહેર કરી તેમાં 39 પાટીદાર, 6 બ્રાહ્મણ અને 3 અનાવિલ મળીને કુલ 9 બ્રાહ્મણ, 3 જૈન, 14 મહિલા તથા 6 ક્ષત્રિયોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આમ આ યાદીમાં દરેક સમુદાયના નેતાઓને યોગ્ય રીતે આવરી લેવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમુદાયના નેતાઓને પણ નોંધપાત્ર સંખ્યામાં ટિકિટ આપવામાં આવી છે. આમ ભાજપે જ્ઞાતિના સમીકરણોને સાચવી લેવામાં
ભાજપની યાદીમાં 39 પાટીદાર  9 બ્રાહ્મણ  6 ક્ષત્રિય  મોટા માર્જિનથી જીતનારા ચહેરાઓને ફરી ટિકિટ આપી
Advertisement
160 ઉમેદવારોમાંથી 39 પાટીદાર
ભાજપે જે 160 ઉમેદવારની યાદી જાહેર કરી તેમાં 39 પાટીદાર, 6 બ્રાહ્મણ અને 3 અનાવિલ મળીને કુલ 9 બ્રાહ્મણ, 3 જૈન, 14 મહિલા તથા 6 ક્ષત્રિયોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આમ આ યાદીમાં દરેક સમુદાયના નેતાઓને યોગ્ય રીતે આવરી લેવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમુદાયના નેતાઓને પણ નોંધપાત્ર સંખ્યામાં ટિકિટ આપવામાં આવી છે. આમ ભાજપે જ્ઞાતિના સમીકરણોને સાચવી લેવામાં આ યાદીમાં ખૂબ કાળજી રાખ્યાનું દેખાઈ રહ્યું છે.અમદાવાદની 16માંથી 15 બેઠક પરના ઉમેદવારો જાહેર કરાયા છે.આમાંથી ઘાટલોડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડશે., નિકોલમાંથી જગદીશ પંચાલને ટીકીટ અપાઇ છે. તો અમરાઈવાડીમાં હસમુખ પટેલને ટિકીટ આપવામાં આવી છે.  ગત ચૂંટણીમાં હારવા છતા ખાડિયા-જમાલપુરમાંથી ભૂષણ ભટ્ટને ફરી ટિકિટ અપાઇ છે. 
ભાજપના આ કોર્પોરેટરોને મળી ટિકીટ 
અમદાવાદ  મ્યુનિ.કોર્પોરેશનમાં ભાજપના કેટલાક સભ્યોને ટીકીટ અપાઇ છે..જેમાં મણીનગરથી ટિકીટ મેળવનાર  અમૂલ ભટ્ટ , અસારવાથી ચૂંટણી લડવા જઇ રહેલા દર્શના વાઘેલા, બાપુનગર પર ઉમેદવાર તરીકે પસંદ કરાયેલા દિનેશ કુશવાહા અને દરિયાપુરથી ટિકીટ મેળવનાર કૌશીક જૈનનો સમાવેશ થાય છે. ઉપરાંત અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અમિત શાહને એલિસબ્રિજથી રાકેશ શાહની ટીકીટ કાપીને મેદાનમાં ઉતારાયા છે.  અમિત શાહ 1995થી 2020 સુધીની ટર્મમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. જ્યારે 2005-2008 સુધી તેઓ અમદાવાદના મેયર હતા.  પૂર્વમાં ભાજપનો ગઢ ગણાતી મણિનગર બેઠક પર અમૂલ ભટ્ટને ટિકિટ મળી છે. તેઓ 2015થી 2020 સુધીની ટર્મના કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેઓ 2018 થી 2020 સુધીની ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. અસારવા વિધાનસભા બેઠક પરથી મહિલા ઉમેદવાર દર્શનાબેન વાઘેલાને ટિકીટ અપાઇ છે.. જેઓ 2010થી 2015ની ટર્મમાં કોર્પોરેટર હતા.
ઉત્તર ગુજરાતમાં ભાજપનું ચોધરી-ઓબીસીનું સમીકરણ 
2017ની ચૂંટણીમાં ભાજપને ઉત્તર ગુજરાતમાં ખાસ્સુ નુકસાન વેઠવું પડ્યું હતું. અહીં પાટીદાર આંદોલન ભાજપને ખૂબ નડી ગયું હતું અને સામે ચૌધરી તથા ઓબીસી પણ ભાજપથી નારાજ હતા. આ સ્થિતિમાં ભાજપે આ વખતે ગત વખતની ભૂલ સુધારીને પ્રતિષ્ઠિત તેમજ ચૌધરી-ઓબીસીનું વ્યવસ્થિત સમીકરણ બેસે તે રીતે ઉમેદવારોને સિલેક્ટ કર્યા છે. બનાસકાંઠામાં તો વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દિયોદર એમ સાતેય બેઠક પર ઉમેદવાર બદલી નાંખ્યા છે. જ્યારે સિદ્ધપુરમાં બળવંતસિંહને અને ઊંઝાથી કિરીટ પટેલને ટિકિટ આપી છે.
દ.ગુજરાતમાં મોટા માર્જિનથી જીતનારા ચહેરા રિપીટ કર્યા 
વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં પણ ભાજપે કોઈ જોખમ લેવાનું ટાળ્યું છે અને ગત વખતના ચહેરા રિપિટ કર્યા છે. વલસાડ બેઠક ઉપર ગત ચૂંટણીમાં સારા એવા માર્જિનથી જીત્યા હોવાને કારણે અરવિંદ પટેલ,કનુ દેસાઈ અને ભરત પટેલને યથાવત રખાયા છે. તાપી જિલ્લામાં બે નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે. વ્યારા તેમજ નિઝર વિધાનસભા બેઠક ઉપરથી નવા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે. જો કે આ ઉમેદવારોની સ્થાનિક સ્તરે પકડ સારી હોવાને કારણે ભાજપને લાભ થઈ શકે છે.
Tags :
Advertisement

.

×