શક્તિપીઠ અંબાજીના ગબ્બર પર્વત પર ભક્તો નિહાળશે લેસર શોથી માતજીના પ્રાગટ્યના દર્શન કરા શકશે. 51 શક્તિપીઠનો ઇતિહાસ સાથે જગત જનની મા અંબાજીના ગબ્બરમાં આવતાં ભક્તો માટે તંત્ર દ્રારા વધુ સુવિધાયુક્ત લેસર શો બનાવવમાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રઆધામ અને તીર્થસ્થળ અંબાજીને રૂ. 275 કરોડના રોકાણ સાથે પ્રવાસન સ્થળ તરીકે નવનિર્માણ કરવાની કામગીરી ચાલુ છે. હાલમાં તંત્ર દ્વારા વોટર-લેસર શો, થીમ પાર્ક, એડવેન્ચર સ્પોર્ટ્સ ફેસિલિટી અને બલૂનનું આયોજન કર્યું છે. જેથી વધુ પ્રવાસીઓ આ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ પર પ્રવાસનની મજા માણી શકે. પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર ના ગબ્બર ગોખમાં પ્રવાસન વિભાગ દ્વારા 51 'શક્તિપીઠ'માંથી એક અને અરવલ્લી પર્વતમાળામાં સ્થિત, અંબાજી મંદિર ખાતે દર વર્ષે લગભગ 2 કરોડ શ્રદ્ધાળુઓ આસ્થા સાથે મુલાકાત લેતાં હોય છે. હવે 51 શક્તિપીઠ ના દર્શન લેસર કિરણોથી કરી શકાશે.સાથે જ આ શો માં રાત્રી દરમ્યાન લેસર કિરણોથી માતાજી મંદિરનો ઇતિહાસ નિહાળી શકાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ અંબાજીમા પણ થશે રોજ રાત્રે લેજર શો ભક્તો નિહાળી શકશે. લેસર શો દ્વારા માના પ્રાગટયથી લઈ અંબાજી શક્તિપીઠ વિશે ભક્તોને અવગત કરાશે..