ગીરમાં સિંહ પસાર થતાં હોવાના અથવા રહેણાંક વિસ્તારોમાં સિંહ આવી ચડવાના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે ત્યારે ગીરના જંગલને અડીને આવેલા એક ગામમાં રસ્તા પરથી પસાર થઇ રહેલા બાઇક ચાલકને અડફેટે લઇને સિંહ ભાગી છુટયો હતો. આ પ્રકારનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. સિંહ અથડાતા બાઇક ચાલક પટકાયો આ વાયરલ થયેલો વિડીયો ગીરના જંગલને અડીને આવેલા કોઇ ગામનો હોવાનું માનવામાં આવે છે. વિડીયોમાં જોવા મળે છે કે ગામના રસ્તા પરથી એક બાઇડ ચાલક પસાર થઇ રહ્યો છે અને તે સમયે જ અચાનક આવી ચડેલો સિહં બાઇક ચાલક સાથે અથડાયો હતો અને ત્યારબાદ સિંહ રસ્તો ક્રોસ કરીને ભાગી છુટયો હતો. સિંહે અડફેટમાં લેતાં આ બાઇક ચાલક નીચે પણ પટકાયો હતો.આ જ સમયે બાઇક ચાલકની પાછળ રહેલા કોઇ શખ્સે તેના મોબાઇલમાં વિડીયો ઉતારી લીધો હતો, જેમાં સિંહ બાઇક ચાલકને અથડાતા અને અથડાયા બાદ રસ્તો ક્રોસ કરીને દોડી રહેલો સિંહ જોવા મળે છે. આ પ્રકારના દ્રષ્યો બહું ઓછા જોવા મળે છે.