સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ ક્લબ યુવી સંસ્થાના ચેરમેન મહેન્દ્રભાઇ ફળદુએ આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. તેમણે લખેલી અંતિમ ચિઠ્ઠીમાં ટસ્કની ઓઝોન ગૃપ સામે આરોપ લગાવ્યા હતા. ઓઝોન ગૃપ સામે આરોપ હમણાં જ મળેલા સમાચાર મુજબ સૌરાષ્ટ્રના જાણીતા કડવા પાટીદાર આગેવાન તથા સુપ્રસિદ્ધ યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાનુ અંતિમ પગલું ભરતા પહેલાં અખબારો ઉપર પ્રેસનોટ મોકલી હતી જેમાં જણાવાયું હતું કે ' હું મહેન્દ્ર ફળદુ આ સાથેની પ્રેસ નોટ મુજબ આત્મહત્યા કરી રહ્યો છું. આ માટે ટસ્કની-ઓઝોન ગૃપ જવાબદાર છે. મારી 33 કરોડની મિલકતના દસ્તાવેજ કરી આપતા નથી. મારા ગૃપના સીતેર કરોડના દસ્તાવેજ છે. અમિત ચૌહાણ, એમ.એમ.પટેલ, અતુલ મહેતા અને અમદાવાદ લોકો જ જવાબદાર છે. મને ખુબ જ હેરાન કરેલ છે. મારા ઉપર ફરિયાદો કરે છે. ધમકીઓ આપે છે.મને મારવા માટે દવા પીવા માટે આ લોકો જ જવાબદાર છે. મારુ અને મારા પરિવારનો હવે વિશ્વાસ આપ પ્રેસ પર છે. અમોને ન્યાય અપાવજો. મારા પરિવારનું તમો ધ્યાન રાખજો'રાજકોટ પોલીસે સ્યુસાઇડ નોટના આધારે શરુ કરી તપાસ મહેન્દ્ર ફળદુએ કરેલા આત્મહત્યાના બનાવમાં રાજકોટ પોલીસે પણ તપાસ શરુ કરી હતી. પ્રાથમિક અહેવાલો અનુંસાર મહેન્દ્ર ફળદુએ અમદાવાદના ઓઝોન ગૃપના પાર્ટનર સાથે મળીને અમદાવાદ જીલ્લાના બલદાણા ખાતે જમીન ખરીદી હતી તથા આ જગ્યા પર તેઓ ખાસ પ્રોજેકટ બનાવી રહ્યા હતા. મહેન્દ્ર ફળદુને ઓઝોન ગૃપ સાથે વિવાદ ચાલી રહ્યો હતો જેના કારણે બુધવારે સવારે પોતાની ઓફિસમાં દવા પીને ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેમણે અંતિમ ચિઠ્ઠીમાં ત્રણ પાનાની ટાઇપ કરેલી યાદી પોતાના મિત્રો અને પરિચીતોને વોટેસએપ પર મોકલી હતી જેમાં રાજકોટના ત્રણ બિલ્ડરો અને અમદાવાદના ઓઝોન ગૃપના ચાર બિલ્ડરોના નામો લખ્યા છે. જેમાં 30થી 33 કરોડના મિલકતનો દસ્તાવેજ કરી નહી આપતાં પગલું ભર્યાનો ઉલ્લેખ કરાયેલો છે. તેમને સંતાનમાં એક પુત્ર છે. ઘટના બાદ યુનિવર્સીટી પોલીસે સ્યુસાઇડ નોટના આધારે ઉંડી તપાસ શરુ કરી હતી.