મોરબીમાં આજે સર્કીટ હાઉસ ખાતે યોજાયેલ મંત્રી બ્રિજેશ મેરજાની સમીક્ષા બેઠકમાં મોરબી શહેર અને જીલ્લાનાં વિવિધ પ્રશ્નો સાંભળી સંબંધિત તંત્રને સૂચનાઓ આપવામાં આવી હતી. રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ આજે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં મોરબી જીલ્લાના ખેતી, મહેસુલ, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને આરોગ્ય ઉપરાંત રેલવે સહિતના પ્રશ્નો સાંભળ્યા હતા, અને સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને પ્રશ્નોના સમયસર ઉકેલ માટે સૂચનાઓ આપી હતી. જે બેઠકમાં જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા પંચાયતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ બની હોય, જેના ઉકેલ માટે ટ્રાફિક સિગ્નલ લગાવવા મંત્રીએ સૂચનો કર્યા હતા અને આ અંગે જીલ્લા પોલીસવડા અને પાલિકા તંત્ર સાથે વિચારણા અને પરામર્શ કરવામાં આવ્યા હતા.