PM મોદી આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે, 3 દિવસમાં 8 જનસભાઓને સંબોધશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ત્રણ દિવસની મુલાકાતે અહીં પહોંચવાના છે. આ વડાપ્રધાન મોદી અને અમિત શાહ (Amit Shah) નું ગૃહ રાજ્ય છે, તેથી ભાજપ અહીં પૂરો જોર લગાવી રહ્યું છે. મળી રહેલા સમાચાર મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં 3 દિવસમાં 8 રેલીઓ સંબોધશે. વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ઓછામાં ઓછા આઠ કાર્યક્રમોમ
Advertisement
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ત્રણ દિવસની મુલાકાતે અહીં પહોંચવાના છે. આ વડાપ્રધાન મોદી અને અમિત શાહ (Amit Shah) નું ગૃહ રાજ્ય છે, તેથી ભાજપ અહીં પૂરો જોર લગાવી રહ્યું છે. મળી રહેલા સમાચાર મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં 3 દિવસમાં 8 રેલીઓ સંબોધશે. વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ઓછામાં ઓછા આઠ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે.
PM મોદી ત્રણ દિવસમાં આઠ ચૂંટણી રેલીઓને સંબોધશે
ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક તરફ કોંગ્રેસના મોટા નેતાઓ ચૂંટણી પ્રચારમાં ગાયબ છે. બીજી તરફ ભાજપે પોતાના ટોચના નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ કરવા જઈ રહ્યા છે. PMનો ચૂંટણી પ્રવાસ શનિવારથી 3 દિવસનો ગુજરાતમાં થવાનો છે. આ દરમિયાન PM મોદી ત્રણ દિવસમાં આઠ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ફોકસ રહેશે
ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી (PM Modi) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરશે. અહીં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. PM 19 થી 21 નવેમ્બર સુધી ગુજરાતમાં રહેશે. આ દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આઠ રેલીઓને સંબોધશે. પ્રચારના પ્રભારી નેતાએ કહ્યું કે, વડાપ્રધાન મોદી બંને પ્રદેશોના લગભગ 30 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેશે.
સૌરાષ્ટ્ર પર શું છે સમીકરણ?
ગુજરાતમાં સૌરાષ્ટ્ર પર નજર કરીએ તો આ પ્રદેશમાં 48 વિધાનસભા બેઠકો છે, જ્યાં આ વખતે ચુસ્ત જંગ જોવા મળી શકે છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અહીં ભાજપની પકડ ઢીલી પડી જવાને કારણે તેને નુકસાન સહન કરવું પડ્યું હતું. 2017ની ચૂંટણીમાં, કોંગ્રેસે તેની બેઠકોની સંખ્યા લગભગ બમણી કરી અને ગુજરાતમાં તેની સંખ્યા વધારી. આ વખતે ભાજપના ટોચના નેતાઓ આ ક્ષેત્રમાં જોરદાર પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી એટલે કે AAP એક નવા પડકાર તરીકે જોવામાં આવી રહી છે.
બે તબક્કામાં મતદાન થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવવા માંગે છે. ભાજપે આ વખતે 150થી વધુ બેઠકો મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં હાલમાં તમામા પાર્ટી દ્વારા કરવામાં આવેલી રેલી અને નિવેદનોનું પરિણામ આ તારીખે જાહેર થઇ જશે. ત્યારે જોવાનું રહેશે કે આ વખતે ગુજરાતની જનતા કોને પસંદ કરે છે અને કોને નાપસંદ.
આ પણ વાંચો - ઈમાનદારીનો એક છાંટો પણ AAPમાં નથી, દેશના ફ્રોડ લોકો તેમાં ભેગા થયા છે : ગૃહ રાજ્યમંત્રીશ્રી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement


