ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પરથી કમલમ સુધી રોડ શો દ્વારા પ્રદેશ ભાજપ કાર્યોલય ખાતે પહોંચ્યા હતા, જયાં તેમણે દોઢ કલાક ચાલેલી ભાજપના સાંસદો, ધારાસભ્યો અને હોદ્દેદારો સહિતના કાર્યકરોની બેઠકને સંબોધી હતી. વડાપ્રધાન મોદી બપોરે એક વાગે કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યોલય કમલમ ખાતે પહોંચ્યા હતા, જયાં અગાઉથી નિર્ધારીત બેઠકમાં તેમણે ભાગ લીધો હતો. આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુંલક્ષીને વડાપ્રધાન મોદીએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. તાજેતરમાં યોજાયેલી પાંચ રાજયોની ચૂંટણીમાં ચાર રાજયોમાં ભાજપે વિજય મેળવ્યો છે ત્યારે ઉત્સાહિત કાર્યકરોને વડાપ્રધાને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાને અડધો કલાકથી વધારે સમય સુધી સંબોધન કર્યું હતું અને ત્યારબાદ તેઓ રાજભવન ખાતે જવા રવાના થયા હતા. રાજભવનમાં પીએમનું ઉષ્માભર્યુ સ્વાગત બપોરે પોણા ત્રણ વાગે વડાપ્રધાનનો કાફલો ગાંધીનગર રાજભવન ખાતે પહોંચ્યો હતો. રાજભવન ખાતે પહોંચેલા વડાપ્રધાનને રાજયપાલ આચાર્ય દેવવ્રતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજભવનના વરિષ્ઠ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહીને વડાપ્રધાનશ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન ત્યાર બાદ પંયાયતના મહાસંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા હતા.