લો બોલો! ગરીબ આવાસમાં મકાન લેનાર પેટ્રોલપંપની માલકીન નીકળી
વડોદરા મહાનગરપાલિકામાં આવાસ યોજનાના મકાનો ફાળવવામાં ગેરરીતી થઈ હોવાનું ફરી બહાર આવ્યું છે આ વખતે પૂર્વ વિપક્ષના નેતા નિશાના પર છે અને તેમના સગા સંબંધીઓને આવાશો ફાળવી દેવાયા હોવાનો આક્ષેપ થયો છે ભાજપના કોર્પોરેટરે નામોની યાદી સાથે કોર્પોરેશનની સભામાં રજૂઆત કરતા ખડભડાટ મચ્યો છે.મહાનગર પાલિકાની આવાસ યોજનામાં વિવાદ વડોદરા મહાનગરપાલિકા અને આવાસ યોજના આ બંને વિવાદના પર્યાય
Advertisement
વડોદરા મહાનગરપાલિકામાં આવાસ યોજનાના મકાનો ફાળવવામાં ગેરરીતી થઈ હોવાનું ફરી બહાર આવ્યું છે આ વખતે પૂર્વ વિપક્ષના નેતા નિશાના પર છે અને તેમના સગા સંબંધીઓને આવાશો ફાળવી દેવાયા હોવાનો આક્ષેપ થયો છે ભાજપના કોર્પોરેટરે નામોની યાદી સાથે કોર્પોરેશનની સભામાં રજૂઆત કરતા ખડભડાટ મચ્યો છે.
મહાનગર પાલિકાની આવાસ યોજનામાં વિવાદ
વડોદરા મહાનગરપાલિકા અને આવાસ યોજના આ બંને વિવાદના પર્યાય બની ગયા છે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ જાણે કે બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યા, કોર્પોરેશનની સભામાં હંમેશા પ્રશ્નો ઉઠાવતા પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ નિશાના પર આવ્યા છે વડોદરાના વાડી વિસ્તારમાં 2010 ના વર્ષમાં ચંદ્રપ્રભા ઝુંપડપટ્ટી તોડીને બીએસયુપીના આવાસો બનાવવામાં આવેલા આ આવાસોમાં 20 થી વધારે એવા લોકોને મકાન આપવામાં આવ્યા છે કે જે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના સગા સંબંધી છે એમના ઓળખીતા છે ડ્રાઇવર, તેમના કૌટુંબિક ભાઈ અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરીના નામે પણ મકાન ફાળવી દેવાયું હોવાનું આક્ષેપ થયો છે.
વિપક્ષના નેતા મેયરને કરી રજૂઆત
કોર્પોરેટર આશિષ જોષી એ 20 નામોની યાદી અને તે કેવી રીતે વિપક્ષના નેતા સાથે જોડાયેલા છે તેના નામ સાથે ની રજૂઆત કોર્પોરેશનની બજેટ સભામાં મેયર સમક્ષ કરી હતી લેખિત પુરાવા સાથેની આ રજૂઆતમાં ખુલાસો થયો છે કે વાઘોડિયા ના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરી દીપા ના નામે પણ સાત નંબરના બ્લોકમાં 17 નંબરનું મકાન ફાળવવામાં આવ્યું છે અને આ મકાનના ભરવાના થતા 80,000 રૂપિયા પણ ભર્યા નથી સમગ્ર મામલે મેયરને રજૂઆત થતા મેયર કેયુર રોકડિયા એ તપાસ કરવાના આદેશ પણ આપ્યા છે.
કયા નંબરના મકાનો ઓળખીતાને ફાળવ્યા ?(ગ્રાફિક્સ)
153, 175, 217, 253, 312, 324, 326, 363, 464, 476, 559, 567,591
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ડભોઇમાં પ્રચાર કરવા ગયો હતો
ગૂજરાત ફર્સ્ટની ટીમ જ્યારે ચંદ્રપ્રભા આવાસ યોજના ખાતે પહોંચી તો સાત નંબરના બ્લોકમાં 17 નંબરનું મકાન મધુ શ્રીવાસ્તવની દીકરી દીપા શ્રીવાસ્તવના નામે આજે પણ બોલી રહ્યું છે તેના ઉપરના માળે અન્ય એક લાભાર્થીનું મકાન ફાળવવામાં આવ્યું છે જેમાં ભાડુઆત રહી રહ્યા છે જો કે આ સમગ્ર બાબતે પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ એ જણાવ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ડભોઇમાં પ્રચાર કરવા ગયો હતો અને એનું વેર રાખીને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે મેં કોઈની પણ મકાન માટે ભલામણ કરી નથી અને ખોટી રીતે મારા કોઈ સગાને મકાન અપાવ્યું નથી સમગ્ર મામલે માત્ર આ એક આવાસ યોજના નહીં પરંતુ શહેરની તમામ આવાસ યોજનાની તપાસ થવી જોઈએ અને દોશી તો સામે કાર્યવાહી પણ કરવી જોઈએ.
આવાસ યોજનામાં ગેરરીતી થઈ હોવા ના આક્ષેપ થઈ રહ્યા છે
ચંદ્રપ્રભા આવાસ યોજનાને નિર્માણ થયાને 10 વર્ષ જેટલો સમય થઈ ગયો છે જોકે મોડે મોડે આવાસ યોજનામાં ગેરરીતી થઈ હોવા ના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે વડોદરા કોર્પોરેશન કોઈ ઠોસ કાર્યવાહી કરે તો સાચા અર્થમાં જે ગરીબો છે જેમને મકાનની જરૂરિયાત છે એવા લોકોને મકાન મળે તો જ સરકારનો હેતુ સિદ્ધ થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


