સુરતના રાંદેરમાં હચમચાવી દે તેવી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.જો તમે તમારા બાળકોને કોઈ આયા પાસે સાચવવા મૂકતા હોવ તો તમને 100 વખત વિચાર કરતા મૂકી દે તેવી ઘટના બની છે.બાળકની આ રીતે સાર- સંભાળ? સુરતના રાંદેરમાં હિમગીરી વિસ્તારમાં રહેતા શિક્ષકે પોતાના બે બાળકોને સાચવવા કેરટેકર રાખી હતી. બાળક રડી રહ્યો હતો તેને વ્હાલથી શાંત કરવાના બદલે મહિલાએ લાફા ઝીંકી દીધા, મહિલા બાળકને પછાડે છે અને તેને મારવા લાગે છે, આ હિચકારી ધટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેના કારણે માર મારનાર મહિલા સામે લોકોએ ફિટકાર વરસાવ્યો છે.મહિલાને સજા આપવાની ઉઠી માંગ વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, મહિલા બાળકને સતત પાંચ મિનિટ સુધી પલંગ પર પછાડે છે, હેવાન મહિલા બાળકના કાન આમળે છે. આ દરમિયાન બાળક બેભાન થઈ જાય છે અને તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. સારવાર દરમિયાન બાળકને બ્રેઇન હેમરેઝ થયું હોવાનું બહાર આવ્યું છે.હેવાનિયત ભરેલું કૃત્ય કરનાર કેરટેકર મહિલાની ધરપકડ કરવામાં આવી છે.CCTVના આધારે સમગ્ર ઘટના આવી સામેસમગ્ર મામલે રાંદેર પોલીસે કાર્યવાહી કરી મહિલાની ધરપકડ કરી છે. બાળકના પિતાની ફરિયાદના આધારે કાર્યવાહી કરાઈ છે. મહિલા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો અને તેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.