મહાઠગ કિરણ પટેલના ગામ પહોંચ્યું ગુજરાત ફર્સ્ટઅમદાવાદ જિલ્લાના નાજ ગામનો વતની છે કિરણકિરણ પટેલના કરતૂતોની ગામમાં ઠેરઠેર ચર્ચાગ્રામજનો કિરણ પટેલ અંગે હરફ ઉચ્ચારવા તૈયાર નથીપૈતૃક ગામમાં કિરણનું ઘર અને જમીન આવેલા છેછેલ્લે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા ગયો હતો કિરણનાજ ગામમાં સરપંચની ચૂંટણી લડ્યો હતો કિરણજમ્મુ કાશ્મીર (Jammu and Kashmir)માં PMOનો અધિકારી બનીને પોલીસ પ્રોટેક્શન લઇને ફરતાં ઠગને જમ્મુ કાશ્મીર પોલીસે ઝડપી લીધો છે. કિરણ પટેલ નામના આ ઠગે PMO ઓફિસનો અધિકારી હોવાનું કહીને સરકારી કર્મચારીઓને છેતર્યા, એટલું જ નહીં અધિકારીઓ સાથે મીટિંગ પણ કરી હતી. જમ્મુ કાશ્મીરમાં PMOના અધિકારી તરીકે રોફ જમાવી કારસ્તાન કરનારા કિરણ પટેલના કરતૂતો હવે બહાર આવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટની ટીમ કિરણ પટેલના અમદાવાદ જીલ્લામાં આવેલા નાજ ગામમાં પહોંચી હતી અને ત્યાં પહોંચતાં જ જાણવા મળ્યું કે કિરણ અને તેના પત્ની અમદાવાદ રહેતા હતા જ્યારે તેમની વયોવૃદ્ધ માતા ગામમાં એકલાં જ રહેતા હતા અને કિરણ પકડાયા બાદ ગઇ કાલે જ કિરણની પત્ની કિરણની માતાને ગામમાંથી અમદાવાદ લઇ ગઇ હતી. ગામમાં પણ કિરણ પટેલના કરતૂતોની સર્વત્ર ચર્ચાPMOનો અધિકારી બનીને ઠગી રહેલા મહાઠગ કિરણ પટેલના કારનામાની અત્યારે સર્વત્ર ચર્ચા ચાલી રહી છે. ગુજરાત ફર્સ્ટની ટીમ મહાઠગ કિરણ પટેલના ગામમાં પહોંચ્યું છે. કિરણ પટેલ અમદાવાદ જીલ્લાના નાજ ગામનો વતની છે. જમ્મુ કાશ્મીર પોલીસના હાથે હાલ કિરણ પકડાયો છે અને ત્યારબાદ તેના કારનામા બહાર આવી રહ્યા છે ત્યારે ગામમાં પણ કિરણ પટેલના કરતૂતોની સર્વત્ર ચર્ચા થઇ રહી છે પણ મીડિયા સમક્ષ બોલવા કોઇ તૈયાર થયું ન હતું. કિરણ નાજ ગામમાં સરપંચની ચૂંટણી લડ્યોતપાસમાં જાણવા મળ્યું કે કિરણનું તેના પૈતૃક ગામમાં ઘર અને જમીન આવેલા છે. કિરણ છેલ્લે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા ગામમાં ગયો હતો કિરણ નાજ ગામમાં સરપંચની ચૂંટણી લડ્યો હોવાનું બહાર આવ્યું છે. શિક્ષીકાનો પુત્ર જ મહાઠગ નિકળ્યોનાજ ગામમાં પટેલ વાસમાં કિરણ પટેલનું મકાન આવેલું છે અને ગામમાં તેની 13 વીઘા જેટલી જમીન આવેલી છે. કિરણ પટેલના માતા સુભદ્રાબેન શિક્ષીકા હતા અને શિક્ષીકાનો પુત્ર જ મહાઠગ નિકળ્યો છે. ઠગાઇ કરીને મહાઠગ કિરણ અમદાવાદમાં વૈભવી જીવન ગાળતો હતો જ્યારે માતા ગામમાં એકલવાયું જીવન ગાળતા હતા અને માતાને ગામમાં જ રાખતો હતો. માતા ગામમાં નાનકડા મકાનમાં રહેતી હતી. કિરણ પકડાયા બાદ તેની પત્ની કિરણની માતાને પોતાની સાથે અમદાવાદ લઇ ગઇ છે. આ પણ વાંચો---બાયડના ખેડૂતનો મોટો આરોપ, ઠગ કિરણ પટેલે એક સંતનું પણ ફુલેકું ફેરવ્યુંગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશેગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.