યુક્રેન પર રશિયાએ કરેલા આક્રમણ બાદ યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા ભારતના મેડિકલ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે. નિયમ મુજબ વિદેશની યુનિવર્સિટીમાં મેડીકલ એજયુકેશન કરી રહેલા વિદ્યાર્થીઓ ભારતની કોલેજોમાં પોતાનો કોર્સ પૂરો કરી શકે તેમ નથી. એક અંદાજ મુજબ ગુજરાતમાંથી દર વર્ષે ચારથી પાંચ હજાર વિદ્યાર્થીઓ યુક્રેન સહિતના દેશોમાં મેડીકલનો અભ્યાસ કરવા જાય છે. યુક્રેનમાં મેડિકલમાં આસાનીથી પ્રવેશ મળે છે.યુક્રેન પર રશિયાએ કરેલા હુમલામાં ભારતીય વિદ્યાર્થીઓ પણ અસરગ્રસ્ત થયા છે અને એક વિદ્યાર્થીનું તો મોત થયું છે. યુક્રેનમાં ફસાયેલા 20 હજાર વિદ્યાર્થીઓ સહિતના લોકોને ભારત પરત લાવવાનું ઓપરેશન ગંગા કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરાયું છે અને અંદાજ મુજબ 12 હજાર વિદ્યાર્થીઓને વતનમાં પરત લાવવામાં આવ્યા છે. યુક્રેનથી પરત લવાયેલા વિદ્યાર્થીઓમાં અંદાજે 18 હજાર મેડિકલ સ્ટુડન્ટ છે,કારણ કે ભારતમાં તેમને મેડિકલમાં પ્રવેશ ના મળતાં તેમણે યુક્રેનમાં અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતમાંથી અંદાજ મુજબ દર વર્ષે 4થી 5 હજાર વિદ્યાર્થીઓ યુક્રેન સહિતના દેશોમાં અભ્યાસ કરવા જાય છે અને તેનું મુખ્ય કારણ એ છે કે ત્યાં ઓછા માર્કે પણ પ્રવેશ મળી જાય છે. યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરવા માટે એક વિદ્યાર્થી દીઠ 20થી 25 લાખનો ખર્ચ થાય છે અને વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરવા 35થી 40 લાખ રુપીયાનો ખર્ચ થાય છે પણ ત્યાં મેડીકલમાં આસાનાથી પ્રવેશ મળી જતો હોવાથી ઓછા માર્કવાળા અને મેડિકલમાં કેરિયર બનાવવાનું સ્વપ્ન જોતાં વિદ્યાર્થીઓ મેડીકલના અભ્યાસ માટે વિદેશનો રાહ પકડે છે. ગુજરાત આઇએમએના પ્રમુખ ડો.પરેશ મજમુદાર વિદેશી યુનિવર્સિટીમાંથી એડમિશન ટ્રાન્સફર કરી શકાતું નથીજો કે યુક્રેન સંકટમાં સૌથી વધુ ખરાબ હાલત આ વિદ્યાર્થીઓની થઇ છે અને તેમને અધવચ્ચે પોતાનો અભ્યાસ છોડીને પરત ફરવું પડયું છે. છેલ્લા બે વર્ષથી કોરોના કાળ ચાલતો હોવાથી આ વિદ્યાર્થીઓને પણ વતન પરત ફરવું પડયું હતું અને ઓનલાઇન શિક્ષનો સહારો લેવો પડયો હતો પણ પ્રેક્ટિકલ અભ્યાસ માટે તેમને કોલેજ જવું જરુરી છે. હવે જયારે તેમને વતનમાં પરત ફરવાનો વારો આવ્યો છે ત્યારે તેમનો આગળનો અભ્યાસ થશે કે કેમ તેની ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. આ વિદ્યાર્થીઓનું ભાવી હાલ અંધકારમય છે, કારણ કે તેઓ ભારતમાં તેમનો વધુ અભ્યાસ કરી શકે તેમ નથી. નિયમો મુજબ યુક્રેન સહિત વિદેશોમાં મેડીકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ ભારતની કોલેજો કે યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ કરી શકતા નથી. ગુજરાત આઇએમએના પ્રમુખ ડો. પરેશ મજમુદારે કહ્યું હતું કે નિયમો મુજબ યુક્રેનના મેડિલના વિદ્યાર્થીઓને ભારતની યુનિવર્સિટીમાં પ્રવેશ મળી શકે તેમ નથી અને યુદ્ધ પુરુ થાય તેની તેમની રાહ જોવી જરુરી છે. નિયમો મુજબ એમબીબીએસ કોર્સની અધવચ્ચે કોઇ પણ વિદેશી યુનિવર્સીટીથી કોઇ પણ ભારતીય યુનિવર્સીટીમાં ટ્રાન્સફર કરી શકાતું નથી. ફોરેનના મેડીકલ વિદ્યાર્થીઓ પોતાનો કોર્સ પુરો કરીને જ ભારત આવી શકે તેમ છે. કેમ છે ડિગ્રી ખરાબ થવાનો ખતરો મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞોના મત મુજબ ગાઇડ લાઇન એવી છે કે પોતાનો કોર્સ પુરો કર્યા બાદ વિદ્યાર્થીઓ પોતાની જ મેડીકલ કોલેજમાંથી 12 મહિનાની ઇન્ટર્નશીપ પૂરી કરવાની હોય છે અને ત્યારબાદ ભારત આવીને અહી 12 મહિનાની ઇન્ટર્નશીપ પૂરી કરવાની છે. યુક્રેનમાં એમબીબીએસ કોર્સનો સમય 6 વર્ષનો છે અને ત્યારબાદ 2 વર્ષની ઇન્ટર્નશીપ કરવાની હોય છે. જેથી કુલ 8 વર્ષનો સમય લાગે છે. ગાઇડ લાઇન મુજબ કોઇ પણ એમબીબીબીએસ વિદ્યાર્થીને 10 વર્ષની અંદર મેડિકલ પ્રેક્ટીસ માટે એપ્લાય કરી શકે છે. જો કે યુક્રેનથી પરત થયેલા વિદ્યાર્થી માટે કોર્સ પુરો કરવા બાબતે કોઇ સ્પષ્ટીકરણ નથી અને કોર્સ કયારે પૂરો થશે અને કેવી રીતે પૂરો થશે તેની પણ માહિતી નથી જેથી હાલ તો આ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય છે. શું છે ઉપાય તજજ્ઞોના જણાવ્યા મુજબ યુદ્ધની પરિસ્થિતિ પૂર્ણ થાય ત્યાં સુધી તો રાહ જોવી જ પડશે. આ ઉપરાંત સરકાર દ્વારા આવા વિદ્યાર્થીઓ માટે કોઇ નિર્ણય કરાય તો તે વાત અલગ છે અને ત્યાં સુધી આ વિદ્યાર્થીઓએ સંયમ રાખવો જરુરી છે.