પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો આવતીકાલે આવી જશે. પાંચ રાજ્યોમાં મિશન ઇલેક્શન બાદ હવે બીજેપીના મોડેલ સ્ટેટ ગુજરાત પર ફોકસ મંડાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 11 અને 12 માર્ચે બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન શક્તિ પ્રદર્શન સમો રોડ શો યોજાશે. આ ઉપરાંત સંખ્યાબદ્ધ કાર્યક્રમો યોજાશે. ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠકઅમદાવાદ ભાજપે રવિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત અને ઉત્સવની યોજના ઘડી રહ્યા હતા. પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પ્રદેશ સચિવ પ્રદીપસિંહ વાઘેલા અને પક્ષના અન્ય વરિષ્ઠ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનની હાજરીમાં રાજ્યમાં ભાજપની રણનીતિ નક્કી કરવા સાથે આગામી ચૂંટણી સહિત અન્ય તમામ વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે. વળી PM મોદીના આગમન પહેલા પોલીસને બ્રિફિંગ કરાયું છે. સ્ટેડિયમ ખાતે અધિકારીઓની મીટિંગ મળશે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પોઇન્ટ સોંપી દેવામાં આવ્યા છે. વડાપ્રધાનનો ભવ્ય રોડ શોવડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી માર્ચે સવારે દિલ્હીથી અમદાવાદ આવશે. અમદાવાદમાં આવતની સાથે જ એરપોર્ટથી લઇને કમલમ સુધીનો તેમનો ભવ્ય રોડ શો યોજાશે. રોડ શો દરમિયાન ચાર લાખ લોકો તેમનું અભિવાદન કરવા માટે ત્યાં હાજર રહેશે. આ સમગ્ર રોડ શો દરમિયાન વડાપ્રધાન આ તમામ લોકોનું અભિવાદન જીલશે. આ રોડ શોમાં રાજ્યભરમાંથી ભાજપના કાર્યકરો જોડાશે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી બાદ પહેલી વખત આટલો વિશાળ અને ભવ્ય રોડ શો યોજાવા જઇ રહ્યો છે. જેને લઇને અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રોડ શો ના રુટને શણગારવામાં આવી રહ્યો છે.કોઇ પણ પ્રકારનો વિરોધ ટાળવા સૂચાનહથિયારી ગાર્ડ પણ બંદોબસ્તમાં રહેશે. વળી અહી તે વાતને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે કે, જેવું પંજાબમાં બન્યું હતું તેવું વડાપ્રધાનના હોમ સ્ટેટમાં ન બને. VVIP અવર-જવર વખતે ખાસ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. બ્રિફિંગમાં બીડીએસ ટીમ દ્વારા ચેકિંગ માટે સૂચના અપાઇ છે. અત્યાર સુધીના VVIP બંદોબસ્તમાં રહેલી ખામીઓ ન થાય ફરી તે માટે ધ્યાન આપવા સૂચના અપાઇ છે. કોઇ પણ પ્રકારનો વિરોધ ન થાય તેવી પરિસ્થિતિ ટાળવા પણ સૂચના આપવામાં આવી છે. હર્ષ સંઘવીએ સુરક્ષા ચકાસણી કરીમળી રહેલી માહિતી અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા ગૃહ રાજ્યમંત્રીએ PM ના કાર્યક્રમ સ્થળ પર નિરીક્ષણ કર્યું. GMDC ગ્રાઉન્ડ અને નવરંગપુરા સ્ટેડિયમની મુલાકાતે પહોંચી તેમણે સ્થળનું નિરીક્ષણ કર્યું. અહીં સરપંચ સંમેલનમાં વડાપ્નધા નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે. વળી સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી ખેલ મહાકુંભનો પણ શુભારંભ કરશે. PM મોદી નીકળવાના તે તમામ રૂટ પર હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું. અધકારીઓ સહિત 2005 પોલીસ કર્મી તહેનાતવળી PM આવે તે પહેલા સ્ટેડિયમ ખાતે 1 આઈજી, 1 ડીઆઈજી, 5 ડીસીપી, 9 એસીપી, 35 પીઆઇ, 157 પીએસઆઇ, 615 હે.કો. અને કોન્સ્ટેબલ કુલ 822 તૈનાત કરવાની સૂચના આપી દેવામાં આવી છે. વળી GMDC ગ્રાઉન્ડ ખાતે 1 આઈજી, 11 ડીસીપી, 15 એસીપી, 48 પીઆઇ, 163 પીએસઆઇ, 1615 હે.કો. અને કોન્સ્ટેબલ કુલ 1853 તૈનાત કરવાની સૂચના આપી દેવામાં આવી છે. ઉપરાંત એરપોર્ટ ખાતે 1 આઈજી, 3 ડીસીપી, 4 એસીપી, 12 પીઆઇ, 50 પીએસઆઇ, 800 હે.કો., કોન્સ્ટેબલ કુલ 870 અને ટ્રાફિક ના 1 આઈજી, 5 ડીસીપી, 10 એસીપી, 29 પીઆઇ, 60 પીએસઆઇ, હે.કો. કોન્સ્ટેબલ 1900 કુલ 2005 તૈનાત કરવાની સૂચના આપી દેવામાં આવી છે. વડાપ્રધાન ખેલ મહાકુંભનું ઉદ્ધાટન કરશેઆ સાથે જ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના આગામી કાર્યક્રમના પ્રથમ દિવસે 11મી માર્ચે ગાંધીનગર નજીકના પ્રદેશ ભાજપ મુખ્યાલયમાં પક્ષના નેતાઓ અને ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક કરશે અને ત્યાર બાદ તેઓ અમદાવાદમાં આયોજિત સરપંચોની બેઠકમાં હાજરી આપશે. આ સાથે, તેમના ગુજરાત પ્રવાસના બીજા અને છેલ્લા દિવસે એટલે કે 12 માર્ચે, PM મોદીએ રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે આયોજિત કાર્યક્રમ એક કાર્યક્રમમાં ભાગ લેવાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા આયોજિત ગુજરાત ખેલ મહાકુંભ ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ખેલ મહાકુંભ માટે રાજ્યભરમાંથી 46 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો આ તરફ જયારે સ્ટેડિયમમાં વડાપ્રધાન ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન કરશે તે સમયે ત્યાં 1100 કરતા પણ વધારે કલાકારો હાજર હશે.