Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ વિસ્તારમાં ચોર લુંટારૂ નથી છતાં અહીંના લોકો ને લાગે છે ડર જાણો કેમ ?

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારના લોકો ઘરમાં પુરાઈ રેહવા મજબૂર છે અહીં રેહતા લોકો ને કોઈ ચોર લૂંટારૂ નો નહિ બલ્કે રખડતા કૂતરાઓ નો ડર સતાવે છે આ વિસ્તારમાં રખડતા કૂતરાઓ નો એ હદે ત્રાસ છે કે અહી આવેલી પંદર થી વધુ સોસાયટીઓ માં ધોળા દિવસે પણ કરફ્યુ જેવો  માહોલ હોય છે.મોડી રાત્રે અહિતી પસાર થતા સોસાયટી ની એક વૃદ્ધ મહિલા પર કૂતરાઓએ જીવલેણ હુમલો કરતા અહીંના રહીશો હાલ દેહશત માં જીવી રહ્àª
આ વિસ્તારમાં ચોર લુંટારૂ નથી છતાં અહીંના લોકો ને લાગે છે ડર જાણો કેમ
Advertisement
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારના લોકો ઘરમાં પુરાઈ રેહવા મજબૂર છે અહીં રેહતા લોકો ને કોઈ ચોર લૂંટારૂ નો નહિ બલ્કે રખડતા કૂતરાઓ નો ડર સતાવે છે આ વિસ્તારમાં રખડતા કૂતરાઓ નો એ હદે ત્રાસ છે કે અહી આવેલી પંદર થી વધુ સોસાયટીઓ માં ધોળા દિવસે પણ કરફ્યુ જેવો  માહોલ હોય છે.મોડી રાત્રે અહિતી પસાર થતા સોસાયટી ની એક વૃદ્ધ મહિલા પર કૂતરાઓએ જીવલેણ હુમલો કરતા અહીંના રહીશો હાલ દેહશત માં જીવી રહ્યા છે.
વડોદરા શહેરના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસ માંથી હજી સુધી મુક્તિ મળી નથી તેવામાં નાગરિકો ને હવે રખડતા કૂતરાઓના હુમલા નો ડર સતાવી રહ્યો છે.શહેરના નિઝામપુરા વિસ્તારની અમર પાર્ક સોસાયટીમાં રહેતા અલકાબેન ભટ્ટ મોડી રાત્રે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન સોસાયટીમાં રખડતા કૂતરાઓ દ્વારા તેમના પર અચાનક હુમલો કરવામાં આવ્યો.અસહ્ય પીડા સાથે અલકા બેન મદદ માટે ગુહાર લગાવતા રહ્યા પરંતુ દૂરદૂર સુધી કોઈ ન દેખાયું ત્યારે વૃદ્ધા ની મદદે સોસાયટી ના જ એક રહીશ આવ્યા અને તેમણે મોતના મુખ માંથી બચાવી સારવાર માટે તાત્કાલિક હોસ્પીટલ ખાતે ખસેડ્યા હતા.મીડિયા સાથે ની વાતચીતમાં ઈજાગ્રસ્ત અલકા બેન અને તેમના બહેન રેખા બેન ભટ્ટે જણાવ્યું હતું કે ફક્ત એક વિસ્તાર નહિ પરંતુ સમગ્ર શહેરમાં આ પ્રમાણે રખડતા કૂતરાઓ નો ત્રાસ છે.સોસાયટી માં અનેક વાર રખડતા કૂતરાઓ ના હુમલાના બનાવો બની ચૂક્યા છે અનેક રજૂઆતો છતાં સમસ્યા નું સમાધાન આવતુ નથી જેના કારણે નાગરિકો એ સત્તાધીશો ની આશા રાખ્યા વિના પોતે જ પોતાની સુરક્ષા નું ધ્યાન રાખવું પડે તેવો ઘાટ સર્જાયો છે.
અલકા બહેન પર રખડતા કૂતરાઓ ના જીવલેણ હુમલાના સમાચાર સમગ્ર પંથક માં ફેલાઈ જતા સ્થાનિક કોર્પોરેટરો તાત્કાલિક દોડી આવ્યા હતા વોર્ડ નંબર 1 ના કોંગ્રેસ ના કોર્પોરેટર જહા ભરવાડે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા કૂતરાઓ ના ખસીકરણ ના નામે કરોડો ખર્ચ્યા હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ કોઈ ઠોસ કામગીરી કરવામાં આવી હોય તેમ લાગતું નથી.આગામી મળનારી પાલિકાની સામાન્ય સભા માં કૂતરાઓ ના ખસીકરણ પાછળ ખર્ચેલા એકએક રૂપિયાનો હિસાબ માંગવામાં આવશે.તો વળી અન્ય કોર્પોરેટર હરીશ પટેલે જણાવ્યું હતું કે પાલિકા ના પાપે નાગરિકો અવારનવાર આ પ્રકાર ના હુમલાઓ ના શિકાર બને છે.ત્યારે અલકા બહેન સાથે બનેલી ઘટના જોયા બાદ પાલિકા એ ઘોર નિંદ્રા માંથી જાગવાની જરૂર છે.સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર ને પત્ર લખી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે
સમગ્ર મામલે પાલિકા ના સ્થાયી સમિતિ ના અધ્યક્ષ હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પશુધન ની કાળજી રાખવા માટેની સુપ્રીમ કોર્ટ ની ગાઇડલાઈ ના કારણે પાલિકા ની કામગીરી માં વિઘ્ન આવી રહ્યા છે.છતાં પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે જ છે. દર વર્ષે કૂતરાઓ ના ખસીકરણ પાછળ પાલિકા દ્વારા ઘણા રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે.છતાં પણ પાલિકા દ્વારા પાલતુ કૂતરા ની કાળજી લેતાં ક્લિનિક,સંસ્થાઓ સાથે બેસીને શહેરી કૂતરાઓ ના હુમલા રોકવા શુ કરી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને સમસ્યા ના નિવારણ માટે તેમની મદદ પણ લેવામાં આવશે.
વડોદરામાં કૂતરાઓના ખસીકરણ પાછળ કરોડોના ખર્ચો કોર્પોરેશન કરે છે
ઈજાગ્રસ્ત થયેલા અલકા બેન ને કોઇએ તલવારના ઘા માર્યા હોય તેવી ઇજાઓ પહોંચી છે.અહી સવાલ એ ઊભો થાય કે જો વડોદરામાં કૂતરાઓના ખસીકરણ પાછળ કરોડોના ખર્ચો કોર્પોરેશન કરે છે. છતાં કુતરાઓનો ત્રાસ યથાવત હોય તો પાલિકાના પૈસા વાપરે છે ક્યાં.? કોર્પોરેશનનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે એવું નિઝામપુરા વિસ્તારમાં બનેલી ઘટના થી ફલિત થાય છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×