રાજ્યમાં એક તરફ વરસાદી માહોલના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેના લીધે આગામી સમયમાં ઋતુગત બિમારીઓ ભરડો લે તેવી શક્યતા છે તો બીજી તરફ રાજ્યમાં દરરોજ નોંધાતા કોરોના આંકડાઓ ચિંતાજનક છે. સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે જેની સાબિતી છે છેલ્લા એક સપ્તાહમાં નોંધાયેલા કોરોનાના કેસો....ગુજરાતમાં આજે 179 કોરોના કેસો નોંધાયા છે. 17 જિલ્લાઓમાં નોંધાયેલા કેસોમાંથી સૌથી વધારે અમદાવાદમાં 84 કેસો નોંધાયા છે. બીજી તરફ આજે રાજ્યમાં 45 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થયાં છે. જ્યારે એક્ટિવ કેસોની વાત કરીએ તો રાજ્યમાં કુલ એક્ટિવ કેસો 655 છે જેમાંથી 4 દર્દીઓ વેન્ટિલેટર પર છેરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 668 લોકોનું રસીકરણ કરાયું છે.જિલ્લાઓમાં નોંધાયેલા કેસોઅમદાવાદ - 84મહેસાણા - 21રાજકોટ - 19સુરત - 12અમરેલી - 09સાબરકાંઠા - 08વડોદરા - 05ભાવનગર - 04ગાંધીનગર - 04સુરેન્દ્રનગર - 03આણંદ - 02જૂનાગઢ - 02પોરબંદર - 02ભરૂચ - 01ખેડા - 01મોરબી - 01પાટણ - 01કુલ - 179છેલ્લા 1 અઠવાડિયામાં રાજ્યમાં કોરોનાની સ્થિતિના આંકડાઓ....અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયેલા કેસોઆ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો, સૌથી વધુ સંક્રમણ આ મહાનગરમાંગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશેગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.