Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમરેલી જિલ્લામાં દારૂ વેચતો વીડિયો થયો વાઇરલ, પોલીસની રહેમ નજર કે બુટલેગર બેફામ?

અમરેલી જિલ્લાના SP નિરલિપ્ત રાયની બદલી થતા જ બુટલેગરો જાણે બેફામ થયા છે. દારૂનો વેપાર ખુલ્લે આમ  બુટલેગરોએ શરૂ કરી દીધો હોય તેમ લાગી રહ્યું છે. અમરેલી જિલ્લાના દરિયા કાંઠાના વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ વેહચાતો હોવાની વીડીયો શિયલ મીડિયામાં વાયરલ થયો છે.  એક શખ્સ દરિયા કાંઠા પંથકમાં નાનકડી હોટેલ જેવી જગ્યા પર દેશી દારૂની કોથળીઓ ખુલ્લેઆમ વેચતો મોબાઈલમાં કેદ થયો છે. રાજુલાના પીપાવાàª
અમરેલી જિલ્લામાં દારૂ વેચતો વીડિયો થયો વાઇરલ  પોલીસની રહેમ નજર કે બુટલેગર બેફામ
Advertisement
અમરેલી જિલ્લાના SP નિરલિપ્ત રાયની બદલી થતા જ બુટલેગરો જાણે બેફામ થયા છે. દારૂનો વેપાર ખુલ્લે આમ  બુટલેગરોએ શરૂ કરી દીધો હોય તેમ લાગી રહ્યું છે. અમરેલી જિલ્લાના દરિયા કાંઠાના વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ વેહચાતો હોવાની વીડીયો શિયલ મીડિયામાં વાયરલ થયો છે.  એક શખ્સ દરિયા કાંઠા પંથકમાં નાનકડી હોટેલ જેવી જગ્યા પર દેશી દારૂની કોથળીઓ ખુલ્લેઆમ વેચતો મોબાઈલમાં કેદ થયો છે. રાજુલાના પીપાવાવ  માર્ગ પર પાર્કિંગ સામે દેશી દારૂના ખુલે આમ વહેચાણ શરૂ થયુ હોય તેમ ફરી દેશી દારૂની બદીએ માજા મૂકી હોવાની પ્રતીતિ થતો વીડિયો સોશિયલ મીડિયામાં ઉજાગર થયો છે. 
 રાજુલાના પીપાવાવ આસપાસ નાના મોટી ઇન્ડરસ્ટ્રી કંપનીઓ ધમધમી રહી છે. વાહનચાલકો માટે આ દેશી દારૂ વેચાતો હોવાનું સૂત્રો માંથી માહિતી મળી રહી છે. અહીં ઉધોગ ગૃહમાં કામ કરતા પરપ્રાંતી અને ટ્રકોના ડ્રાઇવરો દારૂ લેવા અને પીવા આવે છે.  પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનથી એક  કિલોમીટર દૂર પાનના ગલે દેશી દારૂનું વહેચાણ થતું હોવાનું માહિતી હાલ મળી રહી છે.  અમરેલીના એસપી નિરલિપ્ત રાયની બદલી બાદ ફરી દારૂનું દુષણ શરૂ થઈ ગયું હોવાનું દેખાઈ રહ્યું છે.
પોલીસ સ્ટેશન નજીક જ દારૂનું વેચાણ થઇ રહ્યું છે ત્યારે  ક્યા પોલીસ અધિકારીની મીઠી નજર હેઠળ દારૂનો વેપલો ચાલી રહ્યો છે તે મસમોટો સવાલ ઉદભવી રહ્યો છે.  સાંજના 5 વાગ્યા પછી મોડી રાત સુધી અહીં દારૂનું વહેચાણ થતું હોવાની માહિતી મળી રહી છે.  નવનિયુક્ત SP હિમકરસિંહ આ દારૂના દુષણને ડામવામાં કેટલા સફળ સાબિત થાય તે તો સમય જ કહેશે. 
Tags :
Advertisement

.

×