રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા એક ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યની તમામ સરકારી કચેરીઓ-વિભાગો સાર્વજનિક સ્થળો અને ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળો પર ગુજરાતી ભાષામાં બોર્ડ અને માહિતી રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.ત્યારે બેન્ક માં પણ ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવા માટે લોકો એ સરકારને સૂચન કર્યું છે પરિપત્ર મુજબ સરકારી પરિપત્રો પ્રમાણે ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળો જેવા કે સિનેમાગૃહ, નાટ્યગૃહ, બેન્ક્વેટ, હોલ, શાળા-કોલેજ, સુપરમાર્કેટ, શોપિંગ મોલ, હોસ્પિટલ, હોટલ, રેસ્ટોરન્ટ, બેંક, વાંચનાલયો, બગીચાઓ આ તમામ જગ્યાઓ પર નામ, સૂચના, માહિતી, દિશા-નિર્દેશ લખેલા હોય તે સર્વે લખાણોમાં અંગ્રેજી-હિન્દી સાથે ગુજરાતી ભાષાનો પણ ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. ત્યારે ગુજરાતના મોટા ભાગનો વિસ્તાર ગ્રામ્ય છે અને ખેતી સહીત અન્ય વ્યવસાય સાથે જોડાયેલ લોકો જયારે બેન્કમાં ફોર્મ ભરવા જાય છે ત્યાંથી જ ભાષાને લઇને મોટી સમસ્યા ઉદભવે છે અને ગુજરાતી સિવાયની ભાષાનું જ્ઞાન ન હોવાથી બેન્કનું ફોર્મ ભરવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને અન્ય સાક્ષર લોકોનો સહારો લેવો પડે છે. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ બેન્કમાં મોટા ભાગની સમસ્યા એ પણ છે કે, બેન્ક અધિકારી ગુજરાતી ભાષાનો ઉપયોગ બોલવા માં પણ નથી કરતા ત્યારે કોમ્યુનિકેશનમાં સમસ્યા સર્જાય છે.