ઝેડ પ્લસ સુરક્ષા કવચ (Z Plus Security) બુલેટપ્રૂફ એસયુવી (Bulletproof SUV) સાથે જમ્મુ-કાશ્મીરના અતિ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લેનારા ગુજરાતના મહાઠગ કિરણ પટેલ ઉર્ફે બંસી પટેલ (Kiran Patel @ Bansi Patel) ની ધરપકડ એક ગુજરાતીએ કરાવી છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના પૂર્વ નેતા ડૉ. અતુલ વૈદ્ય (Dr Atul Vaidya) એ એવો દાવો કર્યો છે કે, PMO ના નામે લોકોને છેતરતા કિરણ પટેલની માહિતી સરકારને આપી હતી અને તેના આધારે જમ્મુ-કાશ્મીર પોલીસે સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે.વર્ષો બાદ કિરણ પટેલ મળ્યોગુજરાત ફર્સ્ટની ટીમ સાથેની વાતચીતમાં વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા ડૉક્ટર અતુલ વૈદ્યએ મહાઠગ કિરણ પટેલની પોલ ખોલી નાંખી છે. ડૉ. અતુલના જણાવ્યાનુસાર તેઓ કિરણ પટેલને છેલ્લાં 20 વર્ષથી ઓળખે છે. ડૉ. અતુલ વર્ષ 2002માં કિરણ પટેલને પ્રથમ મુલાકાત થઈ હતી અને પરિચયમાં આવ્યા હતા. સપ્ટેમ્બર-2022માં શ્રીપંચખંડ પીઠાધીશ્વર આચાર્ય સ્વામી ધર્મેન્દ્ર મહારાજ (Swami Dharmendra Maharaj) નું નિધન થતા અમદાવાદના જગન્નાથ મંદિર (Ahmedabad Jagannath Mandir) ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્ર્મ રાખવામાં આવ્યો હતો. જયાં અતુલ વૈદ્ય ઘણાં વર્ષો બાદ કિરણ પટેલને ફરી મળ્યા હતા. કિરણ પટેલે ડૉ. અતુલ સાથેની વાતચીતમાં પોતે PMO માં આસિ. ડાયરેક્ટર હોવાની વાત કરી હતી. કિરણ પટેલના કારનામાઓથી અતુલ વૈદ્ય જાણકાર હોવાથી તેમને વાત પર વિશ્વાસ આવ્યો ન હતો.નરેન્દ્ર મોદીનું નામ ખરાબ કરતોકિરણ પટેલે અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાની વાત જગ જાહેર હતી અને આ વાતથી ડૉ. અતુલ પણ વાકેફ હતા. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) માં કામ કરતો હોવાનું કિરણ પટેલ કહી અનેક લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. કિરણ જેવા ધૂતારાઓના કારણે નરેન્દ્ર મોદી (Narendra Modi) અને મા ભારતીનું નામ ખરાબ થતું હોવાથી ડૉ. અતુલ વૈદ્યએ ઠગનો પર્દાફાશ કરવો જરૂરી લાગ્યો અને તેને પકડવા એક પ્લાન ઘડી કાઢ્યો.કામ માટે 25 લાખમાં સોદો થયોડૉ. અતુલ વૈદ્યને કિરણ પટેલને પૂરાવાઓ સાથે પકડવો હતો એટલે તેમણે દિલ્હીના તેમના મિત્ર વેપારીને એક નાટક રચવા તૈયાર કર્યા. ગત 7 ફેબ્રુઆરીના રોજ કિરણ પટેલ સાથે અમદાવાદની આઈટીસી નર્મદા હોટલ (ITC Narmada) માં મુલાકાત ગોઠવાઈ. મુલાકાત દરમિયાન કામ પેટે કિરણે બે કલાકમાં રૂપિયા 25 લાખ માંગતા તેને ચૂકવી દેવાયા. કિરણ રૂપિયા લઈને ગયો ત્યારબાદ ડૉ અતુલે તેને ફોન કરી 'તું ખરેખર PMO માં છે ? આ 2-5 હજારની વાત નથી.' આટલું કહેતા કિરણ પટેલે મારા પર શંકા હોય તો કામ કરવું નથી તેમ કહી વાત બનાવવા લાગ્યો હતો. જેથી અતુલ વૈદ્યએ રૂપિયા પાછા માંગતા તેણે 25 લાખ પૈકી 15 લાખ બીજા દિવસે પરત કરી દીધા. બાકી રકમ 10 લાખનું પૂછતા દિલ્હીવાળી પાર્ટીને ચૂકવી દીધા હોવાનું કહેતા ડૉ અતુલે ફોન કરી ખરાઈ કરી હતી. 2-3 દિવસ બાદ દિલ્હીવાળી પાર્ટીનો ફોન આવતા 10 લાખ મળ્યા નહીં હોવાની માહિતી મળી હતી અને કિરણ પટેલે તેમને ધમકાવ્યા હોવાની વાત પણ કરી હતી.દિલ્હીથી ફોન કર્યો અને ભાંડો ફૂટ્યોકિરણ પટેલ ઠગ હોવાની ખરાઈ થતાં જ 1 માર્ચના રોજ ડૉ. અતુલ વૈદ્ય દિલ્હી ગયા. દિલ્હી PMO ખાતે તપાસ કરતા કિરણ પટેલ નામનો કોઈ વ્યક્તિ નહીં હોવાની જાણકારી મળતા ડૉ અતુલે ઠગને ફોન લગાવી દીધો. ડૉ. અતુલે કિરણને ફોન કરી 'તું ક્યાં છે' તેમ પૂછતા ઠગે કહ્યું 'હું તો કાશ્મીર જ હોઉંને.' કિરણ પટેલે થોડાક દિવસો પહેલાં બુલેટપ્રૂફ એસયુવીમાં ઝેડ પ્લસ સુરક્ષા કવચ સાથે જમ્મુ-કાશ્મીરના કેટલાંક સ્થળોની લીધેલી મુલાકાતના વીડિયો અતુલ વૈદ્યને મોકલ્યા હતા. ડૉ અતુલે દાવો કર્યો છે કે, કિરણ કાશ્મીરમાં હોવાની વાત કરતા તુરંત આ ઠગની માહિતી સરકારને આપી દીધી અને જમ્મુ-કાશ્મીર પોલીસે (Jammu Kashmir Police) શ્રીનગરની લલિત ગ્રાન્ડ પેલેસ (The Lalit Grand Palace Srinagar) નામની વૈભવી હોટલમાંથી મી. નટવરલાલ (Mr Natwarlal) ને દબોચી લીધો.આ પણ વાંચો - મહાઠગના કારનામા જે જાણીને તમે પણ કહેશો આ ઠગોનો ઠગ છેગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશેગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.