ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabadના વિવિધ ક્લબ અને પાર્ટી પ્લોટમાં કરાયું નાઇટ Partyનું આયોજન

નવા વર્ષને આવકારવા માટે અમદાવાદીઓ સજ્જ બન્યા છે. થર્ટી ફર્સ્ટને લઇને Ahmedabadની વિવિધ ક્લબ તેમજ પાર્ટી પ્લોટમાં ડીજે નાઇટ અને Partyના આયોજનો કરવામાં આવ્યા છે. Ahmedabad શહેરમાં પોલીસે કુલ 21 જગ્યાઓ પર નાઇટ Party ની મંજૂરી આપી છે. અમદાવાદના શીલજમાં...
09:33 PM Dec 31, 2023 IST | Maitri makwana
નવા વર્ષને આવકારવા માટે અમદાવાદીઓ સજ્જ બન્યા છે. થર્ટી ફર્સ્ટને લઇને Ahmedabadની વિવિધ ક્લબ તેમજ પાર્ટી પ્લોટમાં ડીજે નાઇટ અને Partyના આયોજનો કરવામાં આવ્યા છે. Ahmedabad શહેરમાં પોલીસે કુલ 21 જગ્યાઓ પર નાઇટ Party ની મંજૂરી આપી છે. અમદાવાદના શીલજમાં...

નવા વર્ષને આવકારવા માટે અમદાવાદીઓ સજ્જ બન્યા છે. થર્ટી ફર્સ્ટને લઇને Ahmedabadની વિવિધ ક્લબ તેમજ પાર્ટી પ્લોટમાં ડીજે નાઇટ અને Partyના આયોજનો કરવામાં આવ્યા છે. Ahmedabad શહેરમાં પોલીસે કુલ 21 જગ્યાઓ પર નાઇટ Party ની મંજૂરી આપી છે. અમદાવાદના શીલજમાં એક ફાર્મમાં ફૂલ નાઇટ Party નું આયોજન કરવામાં આવ્યું છે. આ Party સાંજના 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.

Ahmedabadના મુખ્ય રસ્તાઓ પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને Ahmedabadના મુખ્ય રસ્તાઓ પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. ખાસ કરીને એસ.જી.હાઇવે અને સિંધુભવન રોડ સહિત એસ.પી.રિંગરોડ ઉપર DJ Partyનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લેસર, ડાર્ક લાઈટ, ફાયર ડ્રમ, વોટર ડ્રમ ફેમસ થીમ રાખવામાં આવી છે. જેમાં યુવાઓ DJના તાલે ઝૂમી ઉઠશે. જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

દારૂની છૂટ ધરાવતા અનેક જગ્યા પર પોલીસ સજ્જ

દારૂની છૂટ ધરાવતા આ પ્રદેશો માંથી બુટલેગરો અવનવા તરકીબો અજમાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસ કરે છે જેને ધ્યાને રાખીને 31મી ડિસેમ્બર અને નવા વર્ષ દરમિયાન રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા માટે દારૂની છૂટ ધરાવતા અનેક જગ્યા પર પોલીસ સજ્જ જોવા મળી રહી છે. અમદાવાદ , ખેડા , વલસાડ , ભુજની સાથે અનેક જિલ્લમાં પોલસ તંત્ર દ્વારા 31 ડિસેમ્બરમાં લોકો નશીલા દ્રવ્યોનો પ્રવાહ ના કરે તેના માટે અનેક તૈયારી કરવામાં આવી છે. અને સાથે જ ખૂબ જ ચુસ્ત ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

પોલીસ દ્વારા અનેક જિલ્લામાં આવેલા પાર્ટી પ્લોટ, હોટેલો, બંધ મકાનો, બંધ ગોડાઉનો સાથેજ બંધ કંપનીઓમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને જો કોઈ ગેરકાયદેસર દારૂની મહેફિલ માનતા જડપાશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો - Valsad: નેશનલ હાઇવે પર ટેમ્પો પલટી મારતા Accident સર્જાયો

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર.  Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
31st DecemberAhmedabadclubsDJ nightsGujaratGujarat Firstmaitri makwanapartyparty plot
Next Article