PI Taral Bhatt : માધવપુરા સટ્ટાકાંડની તપાસ નિર્લિપ્ત રાયને સોંપાતા મોટાગજાના બુકીઓ ભેરવાયા, સૂત્રધાર હર્ષિત જૈનની ધરપકડ
PI Taral Bhatt : ગુજરાતના બદનામ અને તોડબાજ પોલીસ અધિકારીઓની યાદીમાં સામેલ સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ આજે ફરી એક વખત સટ્ટોડીયાઓની ચર્ચામાં આવ્યાં છે. PI Taral Bhatt એ 25 માર્ચ 2023ના રોજ માધવપુરામાં કરેલા કરોડો રૂપિયાના સટ્ટાકાંડના કેસમાં આરોપીઓની ધરપકડનો સિલસિલો યથાવત છે. ભટ્ટ એન્ડ કંપનીઓ માધવપુરા સટ્ટાકાંડ કેસમાં તોડ કરતા આ તપાસ આંચકી લઈ DGP Vikas Sahay એ સ્ટેટ મોનિટરિંગ સેલના Nirlipt Rai ને સોંપી હતી. તપાસ એસએમસી પાસે પહોંચતા ફરિયાદમાં દર્શાવાયેલા આરોપીઓ માટે જેલના દરવાજા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી રહ્યો ન હતો. માધવપુરા સટ્ટાકાંડમાં રેડ કૉર્નર નોટિસ થકી દીપક ઠક્કર ઉર્ફે ડીલક્ષ (Dipak Thakkar alias Dipak Deluxe) ને ગુજરાત લાવ્યાના એક વર્ષ બાદ સૂત્રધાર હર્ષિત બાબુલાલ જૈન (Harshit Jain) નું આગમન થયું છે.
PI Taral Bhatt એ બદઈરાદે કર્યો હતો કેસ
સવા બે વર્ષ અગાઉ તત્કાલિન અમદાવાદ પીસીબી PI Taral Bhatt અમદાવાદના માધવપુરામાં હર્ષિત જૈનની ઑફિસમાં દરોડો પાડી ક્રિકેટ બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગનો મસમોટો કાંડ પકડ્યો હતો. 2273 કરોડ રૂપિયાના Madhupura Satta Kand માં પીઆઈ તરલ ભટ્ટ અને તેમની ટોળકીએ ફરિયાદ નોંધતાની સાથે તોડપાણી શરૂ કરી દીધી હતી. આ મામલો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પાસે પહોંચતા તેમણે તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી દીધી. પોલીસ ફરિયાદમાં હર્ષિત બાબુલાલ જૈન, ક્રિકેટ સટ્ટા કિંગ અમિત મજેઠીયા (Amit Majethia) સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ (Saurabh Chandrakar alias Mahadev) ઉપરાંત શેરબજાર ડબ્બા ટ્રેડિંગના મુખ્ય સૂત્રધાર દીપક ધીરજલાલ ઠક્કર ઉર્ફે Deepak Deluxe સહિત અન્ય આરોપીઓ ફરાર દર્શાવાયા હતા. Team SMC એ હર્ષિત જૈનની ધરપકડ કરતાં કુલ આંકડો 37 પર પહોંચ્યો છે. જ્યારે કંપનીઓ સહિત 151 આરોપીઓ આજે પણ ફરાર છે. હર્ષિત જૈન મોટા ગજાના બુકીઓ અને ડબ્બા ટ્રેડિંગવાળા દીપક ડીલક્ષના બે નંબરી કરોડો રૂપિયા ભાડાના સંખ્યાબંધ બેંક એકાઉન્ટ થકી હેરફેર કરી હવાલા પાડતો હતો.
PI Taral Bhatt નો ટાર્ગેટ હતો બુકીઓ અને દીપક ડીલક્ષ
માધવપુરાના તત્કાલીન પીઆઈ અને હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા ઈમરાનખાન નિઝામખાન ઘાસુરા (PI I N Ghasura) આ સટ્ટાકાંડ કેસના તપાસ અધિકારી હતા. પીઆઈ ઘાસુરા ધીમી ગતિએ તપાસ કરતા અને પીઆઈ ભટ્ટ ઑપરેશન કરતા હતા. માધવપુરા સટ્ટાકાંડ કેસની પાછળનો ઈરાદો મોટા ગજાના બુકીઓ સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ, અમિત મજેઠીયા ઉર્ફે Amit CBTF અને કરોડોનો ડબ્બો ચલાવતો દીપક ઠક્કર ઉર્ફે દીપક ડીલક્ષ નિશાના પર હતા.
Dipak_Thakkar_alias_Dipak_Deluxe_arrested_through_Red_Corner_Notice_IPS_Nirlipt_Rai_SMC_PI_R_G_Khant_&_DySP_K_T_Kamariya_at_Dubai_Airport
દીપક ડીલક્ષ અને હર્ષિત આવ્યા, હજુ બે બુકી બાકી
Cricket Betting & Dabba Trading ના આરોપીઓ વિદેશમાં હોવાથી તેમને ભારતમાં લઈ આવવા Team SMC બે વર્ષથી પ્રયત્નશીલ હતી. માધવપુરા સટ્ટાકાંડ કેસમાં એસએમસીએ 4 આરોપીઓ સામે રેડ કૉર્નર નોટિસ કઢાવી છે. જ્યારે અન્ય આરોપીઓના પાસપૉર્ટની માહિતી મળતા LOC કઢાવી હતી. ગુજરાત-રાજસ્થાનમાં બે લાખ ગ્રાહકોનું નેટવર્ક ધરાવતા ડબ્બા ટ્રેડિંગના સૂત્રધાર દીપક ડીલક્ષને એક વર્ષ અગાઉ Nirlipt Rai, તત્કાલીન ડીવાયએસપી કે. ટી. કામરીયા અને માધવપુરા સટ્ટાકાંડ કેસના તપાસ અધિકારી પીઆઈ આર. જી. ખાંટ (PI R G Khant) દુબઈથી લઈ આવ્યા હતા. જ્યારે હર્ષિત બાબુલાલ જૈનને દુબઈ ખાતેથી ડિપોર્ટ કરી દેવાયો છે. આ કેસમાં હજુ પણ અનેક આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. જેમાં અમિત મજેઠીયા અને સૌરભ ચંદ્રાકરનો સમાવેશ થાય છે. આ બંને બુકીઓ સામે Red Corner Notice જારી કરવામાં આવેલી છે.