ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mahesana: "હિંદુઓ ઘટી રહ્યા છે" જાહેર મંચ પરથી પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી ચિંતા

મહેસાણામાં આયોજીત કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ હિંદુઓની ઘટતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. નીતિન પટેલે કહ્યું, છેલ્લા 30-40 વર્ષથી હિંદુઓની વસ્તી ઘટી રહી છે. "VHP અને સંઘ મારફતે ખબર પડી છે કે, હિંદુઓ ઘટતા જાય છે." નીતિન પેટેલે એવું પણ કહ્યું કે, ખ્રિસ્તીઓની વસ્તી વધતી જાય છે. હિંદુઓને ફોસલાવીને ધર્માંતરણ કરાવવામાં આવે છે.
12:18 PM Dec 15, 2025 IST | Laxmi Parmar
મહેસાણામાં આયોજીત કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ હિંદુઓની ઘટતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. નીતિન પટેલે કહ્યું, છેલ્લા 30-40 વર્ષથી હિંદુઓની વસ્તી ઘટી રહી છે. "VHP અને સંઘ મારફતે ખબર પડી છે કે, હિંદુઓ ઘટતા જાય છે." નીતિન પેટેલે એવું પણ કહ્યું કે, ખ્રિસ્તીઓની વસ્તી વધતી જાય છે. હિંદુઓને ફોસલાવીને ધર્માંતરણ કરાવવામાં આવે છે.
MAHESANA NITIN PATEL_GUJARAT_FIRST

Mahesana: હિંદુ રાષ્ટ્રમાં હિંદુઓની સંખ્યા ઘટી રહી છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી (Former Deputy Chief Minister) નીતિન પટેલે (Nitin Patel) ચિંતા વ્યક્ત કરી છે. મહેસાણામાં ઓમકાર સેવા મિશન ચેરીટેબલ ટ્રસ્ટની (Omkar Seva Mission Charitable Trust) સામાન્ય સભામાં હાજર નીતિન પટેલે આ નિવેદન આપ્યું છે. નીતિન પટેલ માત્ર આટલેથી નથી અટકતા, તેઓ જાહેર મંચ પરથી આ સમસ્યા પાછળ ખ્રિસ્તી (Christian) ધર્મના અનુયાયીઓને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે ધર્માંતરણના મુદ્દાને અતિગંભીર ગણાવ્યો છે. નીતિન પટેલે આપેલું સ્ફોટક નિવેદન હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

Mahesana: કાર્યક્રમમાં શું કહ્યું નીતિન પટેલે?

કડીના બુડાસણમાં આવેલા ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય (Pandit Deendayal Upadhyay) સંકુલમાં યોજાયેલી સભામાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.જ્યાં તેમણે સંબોધનમાં હિંદુઓની વસ્તી ઘટવાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે,છેલ્લા 25-30-40 વર્ષથી આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન (Division) છે.ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, મુસલમાનોની પણ સંખ્યા વધતી જાય છે. ખ્રિસ્તીઓ અને મુસ્લિમોને એકસાથે જોડવાની જરૂર નથી. એક આતંકવાદીઓનો પક્ષદળ છે. દેશદ્રોહીઓનો પક્ષદળ છે, હિંસક લોકોનો પક્ષદળ છે. અને એક ફોસલાવી ફોસલાવી અને હાથ ફેરવી ફેરવીને પટાવીને ધર્મપિવર્તન (Conversion) કરાવે છે. બંનેનું લક્ષ્ય તો એક જ છે. કે હિંદુઓને ઓછા કરવા. હિંદુ ધર્મ ઉપર આપણું વર્ચસ્વ જમાવવું. આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી ધર્મપરિવર્તનનું કામ કરાવે છે. કપડા આપે, ભણાવે, દવાખાના ખોલે, હોસ્ટેલો ખોલીને લાલચ આપે છે. અને પેલા લોકો એમની રીતે હિસકરીતે, એક જ વાત કરી, એમનું કામ કરે છે. આ બે પરિબળો સામે લડવાનું છે. બંનેની સામે લડવાની પદ્ધતિ જુદી જુદી હોઈ શકે. એકની સામે તેના જેવું જ સેવાકીય કામ કરીને આપણા લોકોને જાળવવા પડશે.

Mahesana: આપણામાં વિભાજન છેઃ નીતિન પટેલે

ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટની સાધારણ સભામાં નીતિન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભણેલો હોય તેને ખબર પડે કે બીપી (BP) છે, તો તેને રાતે ઊંઘ ના આવે. જ્યારે મજૂરીકામ કરીને ઘસઘસાટ સૂઈ જતો હોય તેને બીપીની ચિંતા નથી હોતી. એ જ રીતે અત્યારે વિશ્વ હિંદુ પરિષદ (Vishva Hindu Parishad) અને સંઘ (Rashtriya Swayamsevak Sangh ) મારફતે ખબર પડી છે કે, છેલ્લા 25-30-40 વર્ષથી આપણે ઘટતા જઈએ છીએ. અને આપણામાં વિભાજન છે. ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે, મુસલમાનોની પણ વસ્તી વધતી જાય છે.

આ પણ વાંચો- Gandhinagar : રાજ્યના પાટનગરમાં નાની બાળકી પર દુષ્કર્મ!

 

આ પણ વાંચો- Surat Congress: શહેર કોંગ્રસ સમિતિના નવા માળખાની જાહેરાત થતાં જ ભડકો!

Tags :
conversionGujarat FirstMehsanaNitin Patel
Next Article