ડિપોર્ટ થયેલ ગુજરાતીઓને લઈ નીતિન પટેલનું નિવેદન, કહ્યું, તમામ લોકો સાથે મારી સહાનુભૂતિ
- US માંથી 33 ગુજરાતીઓ સહિત 100થી વધુ ભારતીયો દેશમાં પરત ફર્યા
- મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના સૌથી વધુ લોકો પરત ફર્યા
- ગુજરાતીઓએ અમેરિકામાં જઈ કોઈ ગંભીર પ્રકારના ગુના કર્યા નથી
Nitin Patel's statement regarding deported Gujaratis : અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતીઓ સહિત 100થી વધુ ભારતીયો દેશમાં પરત ફર્યા છે, જેમાં સૌથી વધુ ગાંધીનગર જિલ્લાના સ્થાનિકો છે, ટ્રમ્પના આદેશ બાદ USAમાંથી મોટી સંખ્યામાં ગેરકાયદે ગયેલા લોકોનો નિકાલ કરવામાં આવ્યો છે. પરત ફરેલા લોકોમાં મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના સૌથી વધુ લોકો સામેલ છે. જેમાં મહેસાણા અને ગાંધીનગરના 12 લોકો, સુરતથી 4, અમદાવાદથી 2 લોકો, વડોદરા, ખેડા અને પાટણમાં 1-1 વ્યક્તિ પરત ફરશે.
તમામ લોકો સાથે મારી સહાનુભૂતિ છે: નીતિન પટેલ
ડિપોર્ટ થયેલા ગુજરાતીઓને લઈ પૂર્વ DyCM નીતિન પટેલે નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, તમામ લોકો સાથે મારી સહાનુભૂતિ છે. આ લોકો વિદેશમાં જઈ ધંધો- રોજગાર કરતા હતા, જેનાથી તેમના પરિવારને મદદ મળતી હતી. આ તમામ યુવકો આપણા ભાઈઓ જ છે. ગુજરાતીઓએ અમેરિકામાં જઈ કોઈ ગંભીર પ્રકારના ગુના કર્યા નથી. અમેરિકાએ પરત મોકલેલા નાગરિકોમાંથી 33 ગુજરાતના છે. હાલમાં પંજાબ સરકારે આ તમામ લોકોને આવર્કાયા છે અને પંજાબ સરકાર જે-તે રાજ્યોના યુવાનોને પરત મોકલશે.
આ પણ વાંચો : Rajkot : ગોંડલનાં વેરી તળાવમાં અજાણી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, જાણો હત્યા પાછળની હકીકત!
ગુજરાતીઓએ અમેરિકામાં કોઈ ગંભીર પ્રકારના ગુના કર્યા નથી: નીતિન પટેલ
નીતિન પટેલે વધુમાં કહ્યું કે, આ તમામ યુવકો આવતીકાલ સુધીમાં રાજ્યમાં આવી જશે. 104 ભારતીયોને લઇને પ્લેન અમૃતસર પહોંચ્યું છે. ટ્રમ્પ સરકારે ગેરકાયદેસર રહેતા લોકોને પરત મોકલ્યા છે. આ લોકો પોતાનુ કેરિયર બનાવવા માટે અમેરિકામાં ગયા હતા અને ત્યાં રહી શાંતિથી વ્યવસાય તેમજ નોકરી કરી રહ્યા હતા અને કમાયેલી રકમ ભારત સરકારના માધ્યમથી પોતાના પરિવારને મોકલતા હતા. ત્યાં થતી કમાણી દ્વારા યુવાનો માતાપિતાને મદદરૂપ થતા હોય છે.
નોકરી ધંધા માટે લોકો વિદેશ જાય છે
તેમણે કહ્યું, વડા પ્રધાને યુક્રેન યુધ્ધ સમયે પણ ત્યાં ભણતા વિદ્યાર્થીઓ સલામત રીતે વતન પહોંચે તે માટે મોટી વ્યવસ્થા કરી હતી. તેમણે કહ્યું, આ લોકો કોઈ દેખા દેખીથી વિદેશ નથી જતા, તેમના કોઈના કોઈ સગા વ્હાલા ગયા હોય એટલે ત્યાં જાય છે. નોકરી ધંધાની વ્યવસ્થાના ભાગ રૂપે લોકો વિદેશ જાય છે. ગુજરાતમાં પણ નોકરી ધંધા તો છે પણ કુટુંબીજનો અમેરિકામાં હોય એટલે લોકો જતા હોય છે.
બાંગ્લાદેશ વિશે વાત કરતા તેમણે કહ્યું, બાંગ્લાદેશમાં પાકિસ્તાન તરફની સરકાર સત્તામાં આવી છે. ત્યાં રહેતા હિંદુઓ અને હિંદુઓના મંદિરો પર હુમલા થઈ રહ્યાં છે. ભારતીય હિંદુઓ ત્યાં સુરક્ષિત નથી. બાંગ્લાદેશમાં આપણા હિંદુઓને પરેશાન કરવામાં આવે છે.
આ પણ વાંચો : ‘Shravan Tirtha Darshan Yojana’ : રાજ્યના ૧.૫ લાખ કરતા વધુ યાત્રાળુઓએ લીધો લાભ