ગોંડલ શહેરમાં 3 બિલ્ડિંગ અને એક એપાર્ટમેન્ટને નોટિસ ફટકારી
ગોંડલ શહેરમાં આડેધડ ખડકાયેલ બિલ્ડીંગો અને એપાર્ટમેન્ટ સામે તંત્ર ની લાલ આંખ શહેર માં 3 બિલ્ડીંગો અને એક રહેણાંક એપાર્ટમેન્ટ ને ફાયર ઓફિસર દ્વારા નોટિસ ફટકારવામાં આવી બિલ્ડીંગો અને એપાર્ટમેન્ટ સંચાલકોને જવાબ આપવા માટે 3 દિવસનો સમય આપ્યો છે...
07:15 PM Jun 01, 2023 IST
|
Hiren Dave
ગોંડલ શહેરમાં આડેધડ ખડકાયેલ બિલ્ડીંગો અને એપાર્ટમેન્ટ સામે તંત્ર ની લાલ આંખ શહેર માં 3 બિલ્ડીંગો અને એક રહેણાંક એપાર્ટમેન્ટ ને ફાયર ઓફિસર દ્વારા નોટિસ ફટકારવામાં આવી બિલ્ડીંગો અને એપાર્ટમેન્ટ સંચાલકોને જવાબ આપવા માટે 3 દિવસનો સમય આપ્યો છે
પ્રાપ્ત વિગત મુજબ નામદાર હાઈકોર્ટના અનુસંનધાને પી.આઈ.એલ 118/2020 મુજબ ગોંડલ શહેરના વિવિધ હાઇટેજ બિલ્ડિંગ ને ફાયર ઓફિસર દ્વારા નોટિસ ફટકારવાની ઘટના સામે આવી હતી ગોંડલ માં પેલેસ રોડ પર આવેલ લક્ષ્મી સાડી, આઇકોનીક બિલ્ડિંગ, શિવમ કોમ્પ્લેક્ષ અને ભોજરાજપરામાં આવેલ અક્ષર વાટીકા એપાર્ટમેન્ટમાં ફાયર ની સુવિધા રાખવામાંના આવતા રિઝનલ ફાયર ઓફિસરની સૂચનાથી રાજકોટ ઝોન ગોંડલ ના ફાયર ઓફિસર એસ.વી.વાછાણીની ટીમ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી.
નોટિસ ફટકાર્યા બાદ 3 દિવસ માં જવાબ આપવામાં નહિ આવે તો સિલ લાગી શકે છે.
વધુમાં ગોંડલ ફાયર ઓફિસર વાછાણી એ જણાવ્યું હતું કે નામદાર હાઈકોર્ટ ના અનુસંધાન પી.આઈ.એલ 118 / 2020 મુજબ ફાયર સુવિધા ના સાધનો ના હોવા ને લઈને નોટિસ ફટકારી હતી શહેર માં તમામ બિલ્ડીંગો અને એપાર્ટમેન્ટ માં સર્વેની કામગીરી ચાલુ છે ક્યાંય પણ કચાશ દેખાશે તો ત્યાં નોટિસ આપવામાં આવશે હાલ શહેરમાં 4 બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી છે અને 3 દિવસ માં બિલ્ડિંગ સંચાલક ફાયરના સાધનો નહીં રાખે તો પાણીનું કનેક્શન, ભૂગર્ભ ગટરનું કનેક્શન, ઇલેક્ટ્રિક લાઈનનું કનેક્શન કાપવામાં આવશે અથવા તો બિલ્ડિંગ ને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
અહેવાલ – વિશ્વાસ ભોજાની , ગોંડલ
Next Article