Gondal પોસ્ટ ઓફિસમાં અધિકારી પર થયો હુમલો, મામલો પોલીસ મથકે પહોંચ્યો
- પિતાએ ફ્રોડ કર્યું તો પોસ્ટ અધિકારીએ ઓફીસે બોલાવ્યા હતા
- ગૌરવે પોસ્ટ ઓફીસમાં આવીને બાબલ કરી
- નિલયભાઈ મહેશકુમાર પરમારે આ મામલે નોધાવી ફરિયાદમ
Gondal: ગોંડલ પોસ્ટ ઓફિસમાં ઉશ્કેરાયેલા શખ્સે ધસી આવી અધિકારી પર હુમલો કર્યો હતો. આરોપીના પિતા અગાઉ ગોંડલ પોસ્ટ ઓફિસમાં નોકરી કરતાં હતા. ફ્રોડ કરેલ હોય જે બાબતે અધિકારીએ ઓફીસે બોલાવ્યા હતા. જેનો ખાર રાખી મારા પિતાને કેમ બોલાવો છો? કહીં ગૌરવે પોસ્ટ ઓફીસના અધિકારીને માર માર્યો હતો. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ થઇ છે.
આ પણ વાંચો: Gondal: આવતી કાલે SRP ગ્રાઉન્ડ ખાતે શારીરિક પરીક્ષા યોજાશે, રોજ 1600 ઉમેદવારો આવશે
ફાવે તેમ બોલવા લાગેલ અને ઢિકાપાટુનો માર માર્યો
આ બનાવ અંગે ફરિયાદી રાજકોટમાં વૈશાલીનગરમાં રહેતા નિલયભાઈ મહેશકુમાર પરમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘પોતે ગોંડલ પોસ્ટ ઓફીસમાં સાઉથ સબ.ડીવીઝનલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. ગઈ કાલ સવારના 11 વાગ્યાના આસપાસ પોતે પોસ્ટ ઓફીસમાં ફરજ પર હતાં અને અન્ય સ્ટાફ પણ હાજર હતો. અમારી પોસ્ટ ઓફીસની શીશક બ્રાન્ચમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે નોકરી કરતા તરુણભાઈનો દીકરો ગૌરવ તથા એક બીજો અજાણ્યો માણસ આવ્યાં હતાં. આ ગૌરવે આવી મને કહ્યું કે, મારા પપ્પાને કેમ અહી બોલાવો છો? કહી મને જેમ ફાવે તેમ બોલવા લાગેલ અને ઢિકાપાટુનો માર માર્યો હતો.’
આ પણ વાંચો: હત્યાના આરોપીઓનો વરઘોડો કાઢવાની માગ કરનારા AAP નેતાની કેમ થઈ ધરપકડ ?
આખરે આ વિવાદ શરૂ કેમ થયો?
તેવામાં અમારી પોસ્ટ ઓફીસના કર્મચારીઓ આવી ગૌરવને રોક્યો ત્યારે તરુણે કહ્યું હતું કે, તુ બહાર નીકળીશ તો તને પણ જોઇ લઇશ. આ બનાવનાં કારણમાં જણાવ્યું હતું કે, ગૌરવના પપ્પા તરૂણભાઈ જે અમારી શીશક પોસ્ટ ઓફીસમા નોકરી કરતા હતા. ત્યારે તેને રૂપિયા 6,000નુ ફ્રોડ કરેલ હોય તે બાબતે તરુણભાઈ ઉપર ખાતાકીય પગલા ચાલુ હોય જેથી અમારી હેડ ઓફીસે તરૂણભાઈને અમારી ઉપરી અધીકારીના હુકમથી નિવેદન આપવા અગાઉ બોલાવ્યા હતાં.
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો