ગોંડલમાં મારામારીનો બનાવ હત્યામાં પલટાયો
અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલમાં બાલા હનુમાન મંદિરમાં વર્ષોથી સેવા કરતા વૃદ્ધના હાથે શાકનો રસો ઉડતા જામનગરથી આવેલા શખ્સે વૃદ્ધને છૂટો લોટો માર્યો હતો. વૃદ્ધને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધને...
04:38 PM Jun 28, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલમાં બાલા હનુમાન મંદિરમાં વર્ષોથી સેવા કરતા વૃદ્ધના હાથે શાકનો રસો ઉડતા જામનગરથી આવેલા શખ્સે વૃદ્ધને છૂટો લોટો માર્યો હતો. વૃદ્ધને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
વૃદ્ધને મોઢાના ભાગે ઇજા પહોંચી હતી
ગોંડલ શહેરમાં ગુલમહોર રોડ પર આવેલ બાલા હનુમાન મંદિરે રહેતા અને સેવા પૂજા કરતા મહેન્દ્રભાઈ મોનીચંદ ધીણોજા નામના વૃદ્ધ ગત રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં મંદિરની પાછળના ભાગે આવેલ રસોડામાં ભોજન સમયે શાકનો રસો ઉડતા જામનગ ના ભગવાનજી ગઢવીએ ઝઘડો કરી છૂટો લોટો માર્યો હતો. વૃદ્ધને મોઢાના ભાગે ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો. આ મામલે ગોંડલ શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક મંદિરમાં રહીને ધૂન ગવડાવતા.
મૃતક મહેન્દ્રભાઈ ધીણોજા 10 વર્ષ થી બાલા હનુમાન મંદિર ખાતે સેવા કરતા હતા અને એકલવાયું જીવન જીવતા હતા અને મંદિરની પાછળ આવેલ રૂમમાં રહેતા અને મંદિરમાં રામધૂન ગવડાવતા હતા.
આ હતો ઘટના ક્રમ
મૃતક મહેન્દ્રભાઈ ધીણોજા છેલ્લા એક મહિના થી જામનગર થી ગોંડલ આવ્યા હતા. જામનગરથી આવેલ ભગવાનજી ગઢવી ધૂન બોલવા આવતો હતો. મૃતક અને આરોપી બન્ને ગત સાંજે 4 થી 8 વાગ્યા સુધી મંદિરમાં ધૂન બોલાવી હતી. 8 વાગ્યા પછી બન્ને મંદિર પાછળ આવેલ રસોડામાં જમવા ગયા હતા જ્યાં આરોપીને શાકનો રસો ઉડતા ભગવાનજી રોષે ભરાયો હતો અને લોટા વડે માર મારવામાં આવ્યો હતો. બનાવ સ્થળે લોહીના ખાબોચિયા ભરાયા હતા. સમગ્ર બનાવને લઈને જામનગર ના ભગવાનજી ગઢવી નામના શખ્સ ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા.
Next Article