ફરી એકવાર મોદી સરકાર માટે ઈડરમાં આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞ યોજાયો
વડાપ્રધાન મોદી માટે મહાયજ્ઞ : લોકસભાની ચૂંટણીમાં વધુ એકવાર મોદી સરકાર બને તેવા આશયથી ઈડર બાળ ગોપાલ બચત કો-ઓપરેટીવ બેંકના ચેરમેનએ આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞનું આયોજન કર્યું હતુ. જેમાં ધારાસભ્યો તથા સામાજિક અગ્રણીઓ, સંતો,મહંતોની ઉપસ્થિતીમાં ઈડરના આંગણે ર૦ર૪ યજમાનોએ ભાગ લઈને...
Advertisement
વડાપ્રધાન મોદી માટે મહાયજ્ઞ : લોકસભાની ચૂંટણીમાં વધુ એકવાર મોદી સરકાર બને તેવા આશયથી ઈડર બાળ ગોપાલ બચત કો-ઓપરેટીવ બેંકના ચેરમેનએ આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞનું આયોજન કર્યું હતુ. જેમાં ધારાસભ્યો તથા સામાજિક અગ્રણીઓ, સંતો,મહંતોની ઉપસ્થિતીમાં ઈડરના આંગણે ર૦ર૪ યજમાનોએ ભાગ લઈને ધર્મલાભ લીધો હતો.
આ અંગેની વિગત એવી છે કે સમગ્ર દેશમાં ફરી એકવાર મોદી સરકારની લહેર ચાલી રહી છે, ત્યારે બાળ ગોપાલ બચત બેંકના ચેરમેન અશ્વિનભાઈ પટેલ અને કષ્ટભજંન યજ્ઞ આયોજન સમિતી ધ્વારા શનિવારે આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયક્ષનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઈડર સહિત આસપાસના વિસ્તારોમાંથી લગભગ ર૦ર૪ યજમાનોએ ઉપસ્થિત રહીને શાસ્ત્રોકત વિધીથી આર્ચાયના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરી હતી. જેને કારણે સમગ્ર ઈડર શહેર ભક્તિના રંગે રંગાઈ ગયું હતુ.
ઈડરમાં યોજાયેલ આ મહાયજ્ઞ અને અનુષ્ઠાનમાં ધારાસભ્ય રમણલાલ વોરા, સહકારી અગ્રણી જેઠાભાઈ પટેલ, શામળભાઈ પટેલ, ડો.વિપુલભાઈ પટેલ, સહિત તાલુકા અને જિલ્લાના રાજકીય તથા વિવિધ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓ પ્રચાર-પ્રસાર કરી રહીં છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના 195 ઉમેદવારોની પહેલી યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. આ યાદીની વાત કરવામાં આવે તો 34 મંત્રીઓના નામ રીપિટ કરવામાં આવ્યાં છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડવાના છે. સૌ કોઈ જાણે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા છે, જેથી તેમની જીત માટે ઈડરમાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલ - યશ ઉપાધ્યાય
આ પણ વાંચો -- ANANT AMBANI RADHIKA MERCHANT PRE WEDDING : અંબાણી પરિવારે જમાવ્યો રંગ, સંગીતની દુનિયાના મહારથીઓ પણ પહોંચ્યા જામનગર
આ પણ વાંચો -- પ્રદૂષણ નિયંત્રણ અર્થે કાર્યરત વિવિધ ઔદ્યોગિક એકમોની ઈકો ફ્રેન્ડલી ટેકનોલોજી વિશે માહિતગાર કરતું પ્રદર્શન યોજાયું
Advertisement


