ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Operation Sindoor 2.0 : ગુજરાતની ભુજ સરહદે ભારતીય સેનાનો નાપાક PAK ને 'મુંહતોડ જવાબ'

ભારતીય સેનાનાં જાંબાઝ જવાનોએ દુશ્મનનાં આ પ્રયાસને નિષ્ફળ કરી સણસણતો જવાબ આપ્યો છે.
03:32 PM May 08, 2025 IST | Vipul Sen
ભારતીય સેનાનાં જાંબાઝ જવાનોએ દુશ્મનનાં આ પ્રયાસને નિષ્ફળ કરી સણસણતો જવાબ આપ્યો છે.
Operation Sindoor 2.0_Gujarat_first
  1. ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર (Operation Sindoor 2.0)
  2. ગુજરાતની સરહદે પાકિસ્તાનનો હુમલાનો પ્રયાસ નિષ્ફળ
  3. ભુજમાં સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવીને કર્યો હતો હુમલાનો પ્રયાસ
  4. ખાવડા પાસે પાકિસ્તાની ડ્રોન-મિસાઈલને તોડી પડાયું
  5. ભારતે પહેલીવાર S-400 મિસાઈલ સિસ્ટમ ઉપયોગ કરી

Operation Sindoor 2.0 : ભારત અને પાકિસ્તાન તણાવ (India-Pakistan) વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. ભારતીય સેનાએ (Indian Army) ગુજરાતની સરહદે નાપાક પાકિસ્તાનની સેનાનાં હુમલાનો પ્રયાસ નિષ્ફળ કર્યો છે. દુશ્મન દેશની સેનાએ ગુજરાતનાં ભુજમાં (BHUJ) આવેલા સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારતીય સેનાનાં જાંબાઝ જવાનોએ દુશ્મનનાં આ પ્રયાસને નિષ્ફળ કરી સણસણતો જવાબ આપ્યો છે. ખાવડા પાસે પાકિસ્તાની ડ્રોન-મિસાઈલને તોડી પડાયું છે. ભારતે પહેલીવાર S-400 મિસાઈલ સિસ્ટમ (S-400 Missile System) ઉપયોગ કરી આ કાર્યવાહી કરી છે.

પાકિસ્તાની ડ્રોન-મિસાઈલને તોડી પડાયું, પહેલીવાર S-400 મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ

જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં ભારતીય પર્યટકો પર થયેલા આતંકી હુમલામાં (Pahalgam Tarror Attack) 26 નિર્દોષ લોકોનાં મૃત્યુ થયા હતા. ત્યારે, ભારતે 7 મેનાં રોજ પાકિસ્તાનમાં આવેલા 9 જેટલા આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક (India's Air Strike) કરીને પહલગામ આતંકી હુમલાનો બદલો લીધો છે. ભારત અને પાકિસ્તાન તંગદિલી વચ્ચે મધરાત્રે નાપાક પાકિસ્તાને વધુ એક કાયરતાપૂર્ણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતનાં કચ્છ જિલ્લાનાં (Kutch) સરહદી વિસ્તાર ભુજમાં (BHUJ) ખાવડા પાસે આવેલા સૈન્ય ઠેકાણાંને પાકિસ્તાની સેનાએ નિશાન બનાવી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાની સેનાનાં હુમલાનાં પ્રયાસને નિષ્ફળ કર્યો છે. ભારતે પહેલીવાર S-400 મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરી છે.

કેવી રીતે કામ કરે છે S-400 ?

> S-400 એ 'સુદર્શન' એર ડિફેન્સ સિસ્ટમ છે.
> આને ટ્રન્સપોર્ટ ઈપેરક્ટર લોન્ચર તરીકે પણ ઓળખાય છે.
> ગાઈડન્સ રડાર મિસાઈલને ટાર્ગેટ માટે ગાઈડ કરે છે.
> સર્વેલન્સ રડાર ઓબ્જેક્ટને ટ્રેક કરી કમાન્ડ વ્હીકલને નિર્દેશ આપે છે.
> કમાન્ડ વ્હીકલ ઓબ્જેક્ટનું લોકેશન મેળવી મિસાઈલ લોન્ચનો નિર્દેશ આપે છે.
> ટાર્ગેટની નજીકનું લોન્ચ વ્હીકલ મિસાઈલ લોન્ચ કરી દે છે.

S-400માં શું છે ખાસ ?

> S-400 માં 400 આ સિસ્ટમની રેન્જમે દર્શાવે છે.
> ભારતને રશિયા પાસેથી મળેલી છે આ સિસ્ટમ.
> 400 કિલોમીટરનાં અંતરથી ટાર્ગેટ શોધી કાઢે છે.
> દુશ્મનો તેને સરળતાથી ડિટેક્ટ કરી શકતા નથી.
> S-400 ને રોડ દ્વારા ગમે ત્યાં લઈ જઈ શકાય છે.
> 92N6E ઈલેક્ટ્રોનિકલી સ્ટીયર્ડ ફેઝ્ડ એરો રડારથી સજ્જ છે.
> 600 કિલોમીટરનાં અંતરથી મલ્ટીપલ ટાર્ગેટ્સને ડિટેક્ટ કરી શકે છે.
> ઓર્ડર મળ્યાની 5 થી 10 મિનિટમાં તે ઓપરેશન માટે તૈયાર થઈ જાય છે.
> S-400 ના એક યુનિટમાંથી 160 જેટલા ઑબ્જેક્ટને એકસાથે ટ્રેક કરી શકાય છે.
> એક ટાર્ગેટ માટે 2 મિસાઈલ ઝીંકી શકાય છે.
> 30 કિલોમીટરની ઉંચાઈ પર પણ પોતાનાં ટાર્ગેટ પર હુમલો કરી શકે છે.

સમાચાર અપડેટ થઈ રહ્યા છે....

Tags :
BhujGujaratGujarat border BhujgujaratfirstnewsIndia-PakistanIndiaAgainstTerrorIndiaExposesPakistanIndian Air ForceIndian NaviIndian-ArmyKutchModi governmentOperation SindoorOperation Sindoor 2.0Pahalgam Tarror AttackPak ArmyS-400Top Gujarati News
Next Article