ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Deodar: બનાસકાંઠાના વિભાનનો વિરોધ યથાવત, ધરણાં કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું સમર્થન

Deodar: બનાસકાંઠાના વિભાજનને લઈને વિરોધ ચાલી રહ્યો છે, અનેક લોકોએ નવા જિલ્લાને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
07:04 PM Jan 12, 2025 IST | VIMAL PRAJAPATI
Deodar: બનાસકાંઠાના વિભાજનને લઈને વિરોધ ચાલી રહ્યો છે, અનેક લોકોએ નવા જિલ્લાને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
Banaskantha MP Geniben Thakor
  1. સરકારે નિર્ણય લેતા પહેલા પ્રજા અને સ્થાનિકોને સાંભળી લેવા જોઈએઃ સાંસદ
  2. આઠ વિધાનસભામાંથી ત્રણ વિધાનસભાના લોકો નિર્ણયથી નારાજઃ સાંસદ
  3. ધાનેરામાં પણ બનાસકાંઠાના વિભાજનને લઈને વિરોધ પ્રદર્શનો

Deodar: બનાસકાંઠાના વિભાજનને લઈને વિરોધ ચાલી રહ્યો છે, અનેક લોકોએ નવા જિલ્લાને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દિયોદર અને ધાનેરામાં ધરણાં કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યાં છે. દિયોદરમાં ધરણાં કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનનું નિવેદન સામે આવ્યું છે. આ ધરણાં કાર્યક્રમમાં સાંસદે સમર્થન કર્યું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: કલાકાર વિવાદ: રૂબરૂ મળો ત્યારે મોરે મોરો ભટકાડી દેજો, જાણો કેમ બગડયા સમાજના આગેવાનો?

ગેનીબેને કહ્યું કે, સરકારે નિર્ણય લેતા પહેલા પ્રજાને સાંભળી લેવા જોઈએ

સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, અત્યારે આ નવા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું તેમાં સરકારે સ્થાનિક લોકોની વાતને ધ્યાને લેવાની જરૂર હતી. અત્યારે કાંકરેજ, ધાનેરા અને દિયોદરના લોકો નવા જિલ્લાનો વિરોધ કરી રહ્યાં છે. અત્યારે આ લોકોએ ઓડગ જિલ્લાની માંગણી કરતું આવેદનપત્ર આપ્યું છે, તેનું હું સરકાર સુધી પહોંચાડીશ અને રજૂઆત કરીશ કે, લોકોની માંગને ધ્યાને લેવામાં આવે અને તેમાં પુનઃવિચારણા કરવામાં આવે’.

આ પણ વાંચો: Bharuch: ખારી સિંગ જ નહીં પરંતુ અહીંની ચીકી પણ વિશ્વમાં પ્રચલિત છે, મોટા પ્રમાણમાં થાય છે ઉત્પાદન

અમારૂ ગામ વાછોલ થરાદથી 100 કિલોમીટર દૂરઃ સ્થાનિકો

દિયોદરમાં ધરણાં કાર્યક્રમને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું સમર્થન સામે આવ્યું છે. તેની સાથે સાથે ધાનેરામાં પણ બનાસકાંઠાના વિભાજનનો વિરોધ થઈ રહ્યો છે. બનાસકાંઠામાં વિભાજનને લઈને ધાનેરામાં વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળ્યું છે. ધાનેરા બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ ધાનેરાના વાછોલ ગામને થરાદમાં સમાવેશ કરાતા અહીંના લોકો વિરોધ કરી રહ્યાં છે. લોકોએ રોષ સાથે કહ્યું કે, અમારૂ ગામ વાછોલ થરાદથી 100 કિલોમીટર દૂર છે, છતાં પણ અમને થરાદમાં નાખવામાં આવ્યાં છે. વાછોલ ગામના લોકોએ રસ્તો રોકી વિરોધ દર્શાવ્યો છે. આ સાથે ધાનેરાનો બનાસકાંઠામાં સમાવેશ થાય તેવી માંગણી પણ લોકો કરી રહ્યાં છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
BanaskanthaBanaskantha MP Geniben ThakorDefinition of BanaskanthaDeodardharna programGeniben ThakorGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsMP Geniben ThakorMP Geniben Thakor statementTop Gujarati News
Next Article