Chhotaudepur: પ્રાકૃતિક ખેતીમાં નહિવત ખર્ચે આવક બમણી થઈ, જમીનની ફળદ્રપતા પણ વધી! જાણો શું કહે છે આ ખેડૂત
- હળદરના એક છોડમાંથી 500 થી 700 ગ્રામ જેટલી ઉત્પાદન
- આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ સજીવ અને ઓર્ગેનિક ખેતી કરી
- 4 કિલો બિયારણમાંથી 40 થી 45 મણ મકાઈનું ઉત્પાદન થયું: ખેડૂત
Chhotaudepur: ગુજરાતમાં હવે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળી રહ્યાં છે. મોટી સંખ્યામાં લોકો પ્રાકૃતિક ખેતી કરીને લાખોની આવક પણ મેળવી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, છોટાઉદેપુર તાલુકાના વિજોલ ગામના પ્રાકૃતિક ખેતી કરતા રાઠવા વદિયાભાઈ જણાવે છે કે, પહેલા અમે રાસાયણિક ખેતી કરતા હતા. વર્ષ 2011-12થી આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ સજીવ અને ઓર્ગેનિક ખેતી કરી હતી. વર્ષ 2019 થી પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું હતું. પ્રાકૃતિક ખેતીમાં ઉનાળુ પાકમાં અડદ અને મગ, ચોમાસુ પાકમાં સોયાબીન અને ડાંગર લીધો હતો. જ્યારે શિયાળુ પાકમાં મકાઈ, હળદર, મરચા અને ભીંડાનું વાવેતર કર્યું છે.
વાવણી વખતે પાયાની અંદર ઘનજીવામૃત આપું છુંઃ ખેડૂત
વદિયાભાઈએ બિયારણ માવજતની વાત કરતા કહ્યું કે, હું સૌ પ્રથમ બિયારણને બીજામૃતનું પટ આપી વાવણી કરું છું, વાવણી વખતે પાયાની અંદર ઘનજીવામૃત આપું છું. 40 દિવસ પછી જીવામૃત આપું છું. પાકમાં જીવાતની શરૂઆત થાય ત્યારે પ્રાકૃતિક જીવાત માટેના આયામો જેવા કે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરું છુ.’ નોંધનીય છે કે, આના કારણે પાક સારો બેસે છે અને ઉપજ પણ સારી એવી મળે છે, ખાસ વાત એ છે કે, આવું કરવાથી જમીનની ફલદ્રપતામાં પણ વધારો થયાં છે.
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે Harshbhai Sanghvi ના કર્યા વખાણ
4 કિલો બિયારણમાંથી 40 થી 45 મણ મકાઈનું ઉત્પાદન થયું
વધુમાં તેઓ જણાવે છે કે, ગત વર્ષે ઉનાળુ પાકમાં મકાઈનો પાક કર્યો હતો. જેમાં ચાર કિલો બિયારણ વાપર્યું હતું અને 40 થી 45 મણ મકાઈનું ઉત્પાદન થયું હતું.અંદાજે ૫૫ હજારની આવક મેળવી હતી. ચોમાસામાં સોયાબીન વાવ્યા હતા જેમાં 1600 રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. તેની સામે 35 થી 40 હજારની આવક મેળવી હતી. શિયાળુ પાકમા હળદરની ખેતી કરી છે. જેમાં એક છોડે 500 થી 700 ગ્રામ જેટલી હળદરનું ઉત્પાદન મળશે. હળદર સુકવ્યા બાદ હળદરનું વજન 300 થી 400 ગ્રામ થાય છે. હળદર બે ક્યારીમાં કરી જેમાંથી 10 થી 12 મણ જેટલું ઉત્પાદન મળશે. પોણા એકરમાં મકાઈ વાવી છે, જેનું અંદાજે 30 થી 40 મણ ઉત્પાદન મળશે. મારા ઉત્પાદન થયેલ પાકોનું વેચાણ હું જાતે કરું છું અને વધારાનું છે તે કૃષિ મહોત્સવ અને અન્ય પ્રોગ્રામોમાં સ્ટોલ લગાવી વેચાણ કરું છું.
આ પણ વાંચો: Botad : અસ્વસ્થ પિતા બાળકને લઈ ઘરેથી નાસી ગયા, પોલીસે બાળકને મુક્ત કરાવી પરિવારને સોંપ્યું
દેશી ગાય નિભાવ ખર્ચ માટે મહિને 900 રૂપિયાની સહાય
મારી પાસે ચાર દેશી ગાયો છે સરકાર દ્વારા દેશી ગાય નિભાવ ખર્ચ માટે મહિને 900 રૂપિયાની સહાય મળે છે, જેનો ગાયના નિભાવ માટે ખર્ચ કરું છું. ગાયના મળમૂત્રમાંથી ઘનજીવામૃત, બીજામૃત, જીવામૃત, દશપર્ણીઅર્ક, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ખાટીછાશ, ગૌમુત્ર અને અજમાસ્ત્ર જેવા આયામો બનાવું છું. જીવામૃત બનાવવા માટે દેશી ગાયનું ગૌમુત્ર 10 લીટર, ગોબર 10 કિલો, એક કિલો ગોળ, એક કિલો બેસન અને 500 ગ્રામ રાફડાની માટી અથવા વડ નીચેની માટી લઉં છું. 200 લીટરના આ મિશ્રણને મિક્સ કરી સવાર સાંજ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવાનું છે અને સાતથી આઠ દિવસમાં તૈયાર થઈ જાય છે.
પ્રાકૃતિક ખેતીના આયામો વાપરતા થાય તો ખેતીના આવકમાં વધારો થશે
આ ખેતીના કારણે ખેડૂતોની આવક બમણી થઈ જતી હોય છે. પરંતુ તેના માટે પહેલા સમય આપવો જરૂરી છે. જેથી બીજા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતીના આયામો વાપરતા થાય જેનાથી ઉત્પાદન સારું મળે, જમીન સુધરે, અળસીયા વધે અને જમીનનું સ્વાસ્થ્ય બને છે. એનાથી ઉત્પાદિત વસ્તુઓ ખાવાથી આપણું સ્વાસ્થ્ય પણ સુધરે છે. પ્રાકૃતિક ખેતીના ઘણા ફાયદાઓ છે. જેથી બીજા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવે તેવી અરજ કરી હતી.
અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો: હવે એકમ કસોટી મુદ્દે વિરોધનો વંટોળ! આવતીકાલે GCERT નાં પૂર્વ નિયામક સહિત શિક્ષક મંડળો આંદોલન પર!
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


