Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

છોટાઉદેપુર ખાતે કૃષિ પ્રદર્શન અને કૃષિ મેળાનું આયોજન

અહેવાલ- તાફીક શેખ, છોટાઉદેપુર છોટાઉદેપુર જીલ્લાના છોટાઉદેપુર નગર ખાતેસ્વમીનારાયણ હોલ પર ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ ૨૦૨૩ અંતર્ગત કૃષિ મેળાનું આયોજન કરાયું,જેમાં અંદાજીત ૫૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો.કાર્યક્રમમાં ICDSની બહેનો દ્વારા મિલેટ્સમાંથી બનાવેલ વાનગીના સ્ટોલ તથા કૃષિ પ્રદર્શની સ્ટોલ તેમજ ,પ્રાકૃતિક કૃષિ,ખેતીવાડી,બાગાયત,...
છોટાઉદેપુર ખાતે કૃષિ પ્રદર્શન અને કૃષિ મેળાનું આયોજન
Advertisement

અહેવાલ- તાફીક શેખ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જીલ્લાના છોટાઉદેપુર નગર ખાતેસ્વમીનારાયણ હોલ પર ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ ૨૦૨૩ અંતર્ગત કૃષિ મેળાનું આયોજન કરાયું,જેમાં અંદાજીત ૫૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો.કાર્યક્રમમાં ICDSની બહેનો દ્વારા મિલેટ્સમાંથી બનાવેલ વાનગીના સ્ટોલ તથા કૃષિ પ્રદર્શની સ્ટોલ તેમજ ,પ્રાકૃતિક કૃષિ,ખેતીવાડી,બાગાયત, આત્મા તેમજ ટ્રેક્ટર ધિરાણ માટે કમ્પનીઓના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન ખેતીવાડી શાખા,જિલ્લા પંચાયત,છોટાઉદેપુર દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,સાંસદ ગીતાબેન રાઠવા,તમામ તાલુકાના પ્રમુખ,તાલુકા અને જિલ્લા સદસ્યઓએ હાજરી આપી હતી.આ ઉપરાંત,નાયબ ખેતી નિયામક તાલીમ સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement

વડાપ્રધાન ના આહવાન થાકી યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ-૨૦૦૨૩ને આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ તરીકે જાહેર કરેલ છે.આ આંતર્રાષ્ટ્રીય ઓળખ મળવા બદલ છોટાઉદેપુર ખેતીવાડી શાખા,તાલુકા પંચાયત દ્વારા મીલેટ ડેવલેપમેન્ટ યોજના અંતર્ગત તાલુકા કક્ષાના મીલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.ખેડૂતો વધુ ને વધુ બરછટ ધન્ય પાકોનું વાવેતર કરતા થાય અને લોકો વધુમાં વધુ તેમાંથી બનતી આરોગ્યપ્રદ વાનગીઓ બનાવતા થાય- ઓળખતા થાય- ખાતા થાય તેવા આશયથી આવા આયોજન સમગ્ર ભારતમાં કરવામાં આવી રહ્યા છે.આ સમારંભ સાંસદ ગીતાબેન અને પંચાયતના પ્રમુખના સંયુક્ત અધ્યક્ષસ્થાને યોજાયો હતો,પ્રસંગને અનુરૂપ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે આપણા પૂર્વજો આ બધું અનાજ પકવતા હતા.આ આપણી સાચી વિરાસત છે.જે લુપ્ત થઈ ગઈ હતી જેને આપણા વડાપ્રધાન દ્રારા ફરી વખત સજીવન કરી છે.અને ગ્રામીણ કક્ષાએ આવ અનાજ પકવતા ખેડૂતોને રોજગારી આપવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો — Bharuch : ગેરકાયદે ડમ્પિંગ સાઈડ મુદ્દે ગ્રામજનોને ન્યાય મળતો નથી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×