ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતે એક્સ-સર્વિસમેન રેલીનું આયોજન
ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતે 25 જૂન 2023ના રોજ “ગોલ્ડન કટાર ગનર” દ્વારા એક્સ-સર્વિસમેન રેલીનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર, મોરબી, પાટણ જિલ્લાના 1000 સેવાનિવૃત્ત સૈનિકો, વીર નારીઓ અને શહીદ જવાનોની વિધવાઓએ રાષ્ટ્ર પ્રત્યે એકતાના તેમના દૃઢ સંકલ્પ સાથે ભાગ...
Advertisement
ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતે 25 જૂન 2023ના રોજ “ગોલ્ડન કટાર ગનર” દ્વારા એક્સ-સર્વિસમેન રેલીનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર, મોરબી, પાટણ જિલ્લાના 1000 સેવાનિવૃત્ત સૈનિકો, વીર નારીઓ અને શહીદ જવાનોની વિધવાઓએ રાષ્ટ્ર પ્રત્યે એકતાના તેમના દૃઢ સંકલ્પ સાથે ભાગ લીધો હતો. આ રેલીને સૈન્ય અને નાગરિક પ્રશાસનના કેટલાક ઉચ્ચ રેન્કિંગ અધિકારીઓએ સંબોધિત કરી હતી.

કલ્યાણ તેમજ સુખાકારી માટે સૈન્ય હંમેશાં પ્રતિબદ્ધ
સેવાનિવૃત્તિ સૈનિકો અને વીર નારીઓને ફરી ખાતરી આપવામાં આવી હતી કે, તેઓ હંમેશા સશસ્ત્ર દળોના સભ્યો માટે પ્રેરણાસ્ત્રોત રહેશે અને તેમના કલ્યાણ તેમજ સુખાકારી માટે સૈન્ય હંમેશાં પ્રતિબદ્ધ છે. આ રેલીનું આયોજન જિલ્લા બોર્ડ, નાગરિક પ્રશાસન અને જિલ્લાઓની વિવિધ નાગરિક એજન્સીઓના સહયોગથી કરવામાં આવ્યું હતું.

સંખ્યાબંધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા
સેવાનિવૃત્ત જવાનો સાથે સંકળાયેલી વિવિધ બાબતો પર ધ્યાન આપવા માટે અહીં સંખ્યાબંધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં એક્સ-સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ, પુનર્સ્થાપન, સૈનિક બોર્ડ, હેલ્પલાઇન રેકોર્ડ ઓફિસ, સૈન્ય ભરતી સંગઠન, સુવિજ્ઞા અને સ્પર્શ સેલ પણ સામેલ હતા. મુલાકાતીઓના મેડિકલ ચેકઅપ માટે આર્યુર્વેદિક ક્લિનિકની સાથે સાથે સંપૂર્ણ આધુનિક સાધન-સામગ્રીથી સજ્જ મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક તપાસ અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આનાથી સેવા નિવૃત્ત સૈનિકોને સીધા જ અધિકારીઓ સમક્ષ તેમની ચિંતા વ્યક્ત કરવાનો મંચ પ્રાપ્ત થયો હતો. તમામ સેવાનિવૃત્ત સેનિકો અને વીર નારીઓએ ગોલ્ડન કટાર ગનર દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલની પ્રશંસા કરી હતી અને તેમની ફરિયાદોનું નિવારણ કરવા બદલ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


