ધ્રાંગધ્રામાં મીની મેરેથોન- રન ફોર ફનનું આયોજન
ભારતીય સેનાના વિજય દિવસ નિમિત્તે મિલિટરી સ્ટેશન ધ્રાંગધ્રામાં મીની મેરેથોન- રન ફોર ફનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સેવા કર્મચારીઓ, મહિલાઓ અને બાળકો માટે બે શ્રેણી હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનનો ઉદ્દેશ્ય દેશભક્તિ, ટીમ ભાવનાને ઉત્તેજીત કરવાનો અને સ્વતંત્રતા માટેના સ્વાતંત્ર્ય સેનાનીઓના અપ્રતિમ બલિદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. જેમાં 700 દોડવીરે ભાગ લીધો હતા.
મિની મેરેથોન દોડનું આયોજન
ધ્રાંગધ્રા મીલીટરી સ્ટેશન ખાતે ભારત - પાકિસ્તાન યુદ્ધ સહિત દેશની રક્ષા અને સુરક્ષા માટે આતંકવાદી હુમલાઓ તેમજ યુદ્ધમાં શહીદ થનાર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી અલગ અલગ બે કેટેગરીમાં મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨.૫ કિલોમીટર મેરેથોન દૌડમાં આર્મીના જવાનો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન પ્રત્યે જાગૃતિ
જયારે અન્ય ૫ કિલોમીટરની મેરેથોન દોડમાં મહિલાઓ,વિદ્યાર્થીનીઓ સહિત બાળકો જોડાયા હતા તેમજ અલગ અલગ બે કેટેગરીમા પ્રથમ આવનાર લોકોને પ્રોત્સાહિત ઈનામો આપી સન્માનિત કરવામા આવ્યા હતા. આજના યુવાનો અને વિધાર્થીઓમાં દેશભક્તિ, ટીમ ભાવનાને ઉજાગર થાય તેમજ સ્વતંત્રતા માટેના સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી મીની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્ટેશન કમાન્ડર દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું
મેરેથોન દોડને સ્ટેશન કમાન્ડર દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું અને આ તકે સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. બંને કેટેગરીની મીની મેરથોન દૌડમાં આર્મીના અધિકારી, સૈનિકો તેમના પરિવારજનો સહિત અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર માહોલ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો.
આ પણ વાંચો- પ્રવાસન હબ એકતાનગર ખાતે 15માં વાર્ષિક અધિવેશનનો પ્રારંભ


