ખેડામાં સ્ટેટ લેવલ બોમ્બ ડિસ્પોઝલ તાલીમ શિબિરનું આયોજન
ખેડા પોલીસ તાલીમ સેન્ટર ખાતે NSG દ્વારા સ્ટેટ લેવલ બોમ્બ ડિસ્પોઝલ અને કાઉન્ટર આઇડી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 દિવસની તાલીમ દરમિયાન ગુજરાત પોલીસ, રાજસ્થાન પોલીસ, મધ્યપ્રદેશ પોલીસ અને CISF નાં 60 જેટલા જવાનોને બોમ્બ ડિસ્પોઝ અને કાઉન્ટર આઇડી કઈ રીતે કરવું તેની વિશેષ તાલીમ આપવામાં આવી હતી.
આતંકીઓના પડકારને ઝીલવા માટે વિશેષ તાલીમ આપી તૈયાર કરવામાં આવ્યા હતા. તાલીમના સમાપન સમારોહમાં ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય, સ્ટેટ આઇબી ચીફ અનુપમસિંહ ગેહલોત, રેન્જ આઇજી ગિરીશ સિંઘલ પણ હાજર રહ્યા હતા.
તાલીમ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન આપનારા જવાનોને પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. સન્માન સમારોહ બાદ NSG કમાન્ડો દ્વારા આંતકીઓ સામે કરવામાં આવતી કાર્યવાહીનું ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. NSG નાં મેજર વાસુ એ ગુજરાત ફર્સ્ટ સાથે વિશેષ વાતચીત કરી હતી.
NSGના મેજર વાસુએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બોમ્બ ડિસ્પોઝલ ઈક્વિપમેન્ટ બે કેટેગરીમાં ડિવાઈડ હોય છે એક ડિટેક્ટ ઈક્વિપમેન્ટ અને બીજુ ડિસ્પોઝલ ઈક્વિપમેન્ટ. બોમ્બ કે શંકાસ્પદ ડિવાઈસને ડિટેક્ટ કરવા માટે કે કોઈ સર્ચ કરવા માટેના ખબર મળે તો ડિટેક્શન ઈક્વિપમેન્ટનો ઉપયોગ થાય છે અને કન્ફર્મ થાય કે ત્યા કોઈ વિસ્ફોટક છે તો તેન ડિસ્પોઝ કરવા માટે ડિસ્પોઝલ ઈક્વિપમેન્ટ હોય છે.
તેમણે ઉમેર્યું કે, તેમાં પણ તમારે રિમોટથી ડિસ્પોઝ કરવાનું હોય કે બોમ્બ સુટ પહેરીને ડિવાઈસને દુર મુકવા જવું છે તે તમામ માટે અલગ અલગ ઈક્વિપમેન્ટ્સનો ઉપયોગ થાય છે. આ ઈક્વિપમેન્ટની સાથે ટ્રેનિગ પણ એટલી જ મહત્વની છે. જવાન જેટલી વધારે પ્રેક્ટિસ કરશે તેટલું જ વધારે તે ડિવાઈસ ન્યૂટ્રલાઈઝ કરવામાં સફળ થશે.
આ પણ વાંચો : ભુજ સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ






