ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Padma Awards-2025 : ગુજરાતની આ 8 શ્રેષ્ઠીઓને પદ્મ એવોર્ડથી કરાશે સન્માનિત, જાણો લિસ્ટ

વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ ગુજરાતનાં આ 8 શ્રેષ્ઠીઓને પદ્મ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.
10:54 PM Jan 25, 2025 IST | Vipul Sen
વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ ગુજરાતનાં આ 8 શ્રેષ્ઠીઓને પદ્મ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.
padma_Gujarat_first main
  1. રાષ્ટ્રપતિએ જાહેર કરેલા Padma Awards-2025 માં 8 ગુજરાતીઓનાં નામ સામેલ
  2. ગુજરાતની 8 શ્રેષ્ઠીઓને પદ્મ એવોર્ડ એનાયત થશે
  3. કલા ક્ષેત્રે કુમુદિની રજનીકાંત લાખિયાને પદ્મ વિભૂષણ
  4. વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે પંકજ પટેલને પદ્મ ભૂષણ

કેન્દ્ર સરકારે શનિવારે એટલે કે પ્રજાસત્તાક દિવસની (Republic Day) પૂર્વસંધ્યાએ પદ્મ પુરસ્કારો-2025 નાં (Padma Awards-2025) વિજેતાઓની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ જાહેર કરેલા પદ્મ પુરસ્કારમાં 8 ગુજરાતીઓનાં નામ સામેલ છે. વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ ગુજરાતનાં આ 8 શ્રેષ્ઠીઓને પદ્મ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.

આ પણ વાંચો - જનસામાન્યનાં પ્રસંગને વડીલતુલ્ય ભાવ સાથે સાચવી લેતા CM Bhupendra Patel

ગુજરાતની 8 શ્રેષ્ઠીઓને પદ્મ એવોર્ડ એનાયત થશે

ભારત સરકારે ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ પદ્મ પુરસ્કારો-2025 (Padma Awards-2025) નાં વિજેતાઓનાં નામની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ જાહેર કરેલા પદ્મ પુરસ્કારમાં 8 ગુજરાતીઓનાં નામ સામેલ છે. અલગ-અલગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ પદ્મ પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવશે. માહિતી અનુસાર, ગુજરાતનાં આ 8 શ્રેષ્ઠીઓમાં કલા ક્ષેત્રે કુમુદિની રજનીકાંત લાખિયાને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાશે. જ્યારે, વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે પંકજ પટેલને પદ્મ ભૂષણ એનાયત કરાશે.

આ પણ વાંચો - Padma Awards-2025 : ગુજરાતનાં સુરેશ સોની, લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ, જાણો તેમના વિશે

અલગ-અલગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ સન્માન

ઉપરાંત, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે સ્વ.ચંદ્રકાંત શેઠને મરણોપરાંત પદ્મશ્રી અપાશે. આર્કિટેક્ચર ક્ષેત્રે ચંદ્રકાંત સોમપુરાને પદ્મશ્રી પુરસ્કાર (Padma Awards-2025) આપીને સન્માનિત કરાશે. કલા ક્ષેત્રે પરમાર લવજીભાઈ નાગજીભાઈ પદ્મશ્રી એવોર્ડ અપાશે. જ્યારે આર્ટ ક્ષેત્રે રતનકુમાર પરિમૂને પદ્મશ્રી અપાશે. સમાજ કાર્યક્ષેત્રે સુરેશ હરિલાલ સોનીને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાશે. સાહિત્ય અને શિક્ષણ તુષાર દુર્ગેશભાઈ શુક્લને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે. તમામ શ્રેષ્ઠીઓને રાષ્ટ્રપતિનાં હસ્તે પદ્મ પુરસ્કાર એનાયત કરાશે.

આ પણ વાંચો - Jamnagar : પ્રજાસત્તાક પર્વ પહેલા જામસાહેબ શત્રુશૈલ્યજીનો ખાસ સંદેશ, વ્યક્ત કરી ચિંતા!

Tags :
Breaking News In GujaratiChandrakant SethChandrakant SompuraGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKumar ParimuKumudi Rajinikanth LakhiaLatest News In GujaratiNews In GujaratiPadma Awards 2025Pankaj PatelParmar Lovejibhai Nagjibhairepublic day 2025Suresh Harilal SoniTushar Durgeshbhai Shukla
Next Article