Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Palanpur: ચૂંટણી પહેલા જ જંગ જામ્યો, કોંગ્રેસ ઉમેદવાર ભાજપ નેતા સાથે આવી ફોર્મ પરત ખેંચ્યું

પાલનપુરની સ્થાનિક ચૂંટણીમાં એક એવો વળાંક આવ્યો છે જેણે લોકશાહીના મેદાનમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. ચૂંટણી કચેરીમાં હજારોની મેદની વચ્ચે જ્યારે એક પક્ષના ઉમેદવાર બીજા પક્ષના નેતાઓ સાથે જોવા મળ્યા, ત્યારે સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. આ અણધારી ઘટના પાછળ કોઈ મોટું દબાણ છે કે પછી રણનીતિનો ભાગ?
palanpur  ચૂંટણી પહેલા જ જંગ જામ્યો  કોંગ્રેસ ઉમેદવાર ભાજપ નેતા સાથે આવી ફોર્મ પરત ખેંચ્યું
Advertisement
  • Palanpur ચૂંટણી કચેરીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે ભારે દોડધામ!
  • વોર્ડ નં 11ના કોંગ્રેસ ઉમેદવાર આરતી ઠાકોરે ફોર્મ ખેંચ્યું
  • ભાજપના નેતાઓના પહેરા વચ્ચે મહિલા ઉમેદવાર કચેરી પહોંચ્યા
  • ચૂંટણી કચેરીમાં જ બંને પક્ષના નેતાઓ વચ્ચે સર્જાઈ ઉગ્ર બોલાચાલી
  • કોંગ્રેસે ભાજપ પર ઉમેદવારને ડરાવી-ધમકાવી તોડવાનો આક્ષેપ કર્યો
  • ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પાલનપુરનું રાજકારણ ગરમાયું

Palanpur: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) પહેલા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 11 માં કોંગ્રેસના ઉમેદવાર (Congress Candidate) આરતી ઠાકોરે અચાનક પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે. આ સમગ્ર ઘટનાક્રમ ત્યારે વધુ વિવાદાસ્પદ બન્યો જ્યારે મહિલા ઉમેદવાર ભાજપના નેતાઓના કડક પહેરા વચ્ચે ચૂંટણી કચેરીએ પહોંચ્યા હતા.

Advertisement

Palanpur: ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા વિવાદ વકર્યો

શનિવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પાલનપુર ચૂંટણી કચેરી (Election Office) રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી. વોર્ડ નં 11 ના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર આરતી ઠાકોર જ્યારે ફોર્મ પરત ખેંચવા આવ્યા ત્યારે તેમની સાથે ભાજપના સ્થાનિક હોદ્દેદારો અને નેતાઓ જોઈને કોંગ્રેસના કાર્યકરો સ્તબ્ધ થઈ ગયા હતા. આ જોતા જ કોંગ્રેસના નેતાઓ પણ કચેરીએ દોડી આવ્યા હતા અને બંને પક્ષોના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.

Advertisement

ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં જ નેતાઓ સામસામે

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ દ્વારા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને તેમના ઉમેદવાર પર દબાણ લાવવામાં આવ્યું છે. બીજી તરફ, ભાજપે આ આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે ઉમેદવાર પોતાની મરજીથી વિકાસની રાજનીતિમાં જોડાવા માંગે છે. આરતી ઠાકોરે ફોર્મ પરત ખેંચી લેતા હવે આ વોર્ડમાં કોંગ્રેસ માટે સમીકરણો કપરા બન્યા છે. ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં જ નેતાઓ સામસામે આવી જતા પોલીસ કાફલો પણ ખડકી દેવો પડ્યો હતો. પાલનપુરના રાજકારણમાં આ ઘટનાને લઈને અત્યારે ભારે ચર્ચાઓ જાગી છે.

આ પણ વાંચો: Godhra: તમે પણ તમારી ગાડીનો ચેસીસ નંબર ચેક કરી લેજો!, ક્યાંક તમારી કાર ચોરીની તો નથી ને!

Tags :
Advertisement

.

×