Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha: પોલીસની મોટી કાર્યવાહી, ભેળસેળયુક્ત ઘીના કૌભાંડનો પર્દાફાશ!

પાલનપુરમાં એસઓજી દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસમાં ભેળસેળયુક્ત ઘીનું મોટું નેટવર્ક સામે આવ્યું છે. શંકાસ્પદ વાહનમાંથી મળી આવેલા ઘીના જથ્થાએ લોકોની તંદુરસ્તી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. ફૂડ વિભાગની તપાસ અને પોલીસની પૂછપરછથી હવે આ ઘીના અસલી માલિકો અને સપ્લાય ચેઈન વિશે વધુ ચોંકાવનારી વિગતો બહાર આવશે. સમગ્ર કેસમાં ગઢ પોલીસ તપાસ કરી રહી છે
banaskantha  પોલીસની મોટી કાર્યવાહી  ભેળસેળયુક્ત ઘીના કૌભાંડનો પર્દાફાશ
Advertisement

Banaskantha Adulterated Ghee: બનાસકાંઠા એસઓજી (SOG - Special Operations Group) દ્વારા પાલનપુર (Palanpur) વિસ્તારમાં એક મોટી અને મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે સામઢી (Samadhi) નજીકથી પસાર થતા એક શંકાસ્પદ પીકઅપ ડાલાને (Pickup Van) અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન વાહનમાંથી શંકાસ્પદ અને ભેળસેળયુક્ત ઘીનો (Adulterated Ghee) મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

Banaskantha: પોલીસની તાત્કાલિક કાર્યવાહી

સામઢી નજીક પકડાયેલા આ જથ્થાને તાત્કાલિક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસઓજી દ્વારા આ મામલે આગળની તપાસ માટે તમામ મુદ્દામાલ ગઢ પોલીસ મથક (Gadh Police Station) ખાતે મોકલી દેવામાં આવ્યો છે. પકડાયેલા ઘીના નમૂનાઓની ચકાસણી કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને (Food & Drugs Department) જાણ કરી સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી આ ઘીમાં કયા પ્રકારની ભેળસેળ કરવામાં આવી છે અને તે સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે તેની સ્પષ્ટતા થઈ શકે.

Advertisement

સપ્લાય ચેઇન અને માલિકની શોધખોળ

પોલીસે હાલમાં ડ્રાઈવર અને અન્ય લોકોની પૂછપરછ શરૂ કરી છે. આ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને કોને સપ્લાય કરવાનો હતો, તે સમગ્ર નેટવર્ક અંગે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ જથ્થો બજારમાં મોટા પાયે વેચવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો. એસઓજી ટીમ હવે આ આખું કૌભાંડ કોણ ચલાવી રહ્યું છે અને તેનો અસલી માલિક કોણ છે, તે દિશામાં સપ્લાય ચેઇન (Supply Chain) તપાસી રહી છે. આ કાર્યવાહીને કારણે ભેળસેળિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

આ પણ વાંચો: રડારને ચકમો આપશે ભારતનું સ્ટીલ્થ ફાઇટર જેટ, દુશ્મનોના ઘરમાં ઘૂસીને મચાવશે તબાહી

Tags :
Advertisement

.

×