જેતપુરના નવાગઢમાં પાનની દુકાન બની વરલી મટકાનો અડ્ડો, Video Viral
- જેતપુરમાં પાનની દુકાનમાં ખુલ્લેઆમ ચાલી રહ્યો છે વરલી મટકાનો ધંધો
- પોલીસના ડર વગર શખ્સો ખુલ્લેઆમ ચલાવી રહ્યા છે જુગારનું નેટવર્ક
- કોની મહેરબાનીથી ચાલે છે વરલી મટકાનો ધંધો?
Jetpur: જેતપુરના નવાગઢમાં પાનની દુકાન બની વરલી મટકાનો અડ્ડો ચાલતો હોવાનો વીડિયો અત્યારે સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, જેતપુર (Jetpur)માં પાનની દુકાનમાં ખુલ્લેઆમ વરલી મટકાનો ધંધો ચાલી રહ્યો છે. શું આ બાબતે તંત્રને કે પોલીસને જાણ નહીં હોય? કે પછી તંત્રની રહેમ હેઠળ જ આ ધંધો ચાલી રહ્યો છે? નોંધનીય છે કે, કોઈ પણ પ્રકારના પોલીસના ડર વગર શખ્સો ખુલ્લેઆમ જુગારનું નેટવર્ક ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો: World Tribal Day: દાહોદના માર્ગો પર આદિવાસી સંસ્કૃતિની ઝલક, હજારોની સંખ્યામાં લોકો જોડાયા
ખુલ્લેઆમ ચાલતા જુગારના નેટવર્કને લઇ પોલીસ પર સવાલો ઉઠ્યા
શું આ લોકો ઉપર કોઈ મોટાઓનો હાથ હશે? નોંધનીય છે કે, ખુલ્લેઆમ ચાલતા જુગારના નેટવર્કને લઇ પોલીસ પર સવાલો ઉઠ્યા છે. આખરે કોની મહેરબાનીથી ચાલે છે વરલી મટકાનો ધંધો? પોલીસની રહેમ નજર તળે અડ્ડો ચલાવનાર કોણ છે? આ લોકોને શા માટે કોઈ પણ પ્રકારનો ડર નથી. આખરે ગુજરાતમાં ક્યા સુધી આવા ધંધાઓ ચાલતા રહેશે. આમના પર કોઈ કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી. શું પોલીસની નજર હેઠળ ચાલે છે આ ધંધાનું નેટવર્ક? Jetpur માં ચાલી રહેલા આ ધંધા પર શા માટે કોઈની નજર ના પહોંચી?
આ પણ વાંચો: Chotaudepur: સદીઓ જૂની છે આ આદિવાસી માટી કળા, હજી પણ અનેક લોકોની છે રોજીરોટી
ગુજરાતમાં અનેક જગ્યાએ આવા ધંધા ચાલતા હશે તો પણ કોન ખબર? શું આના માટે સઘન કાર્યવાહી ના થવી જોઈએ? ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જેતપુરમાંથી ખુલ્લેઆમ ધંધો ચાલતો હોવાનું સામે આવ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે, હજુ સુધી કોઈકાર્યવાહી કરવામાં આવી નથી. અહીં તો પોલીસે પર જ સવાલો થઈ રહ્યા છે. શું અહીં પોલીસ અને તંત્રની રહેમ હેઠળ જ ધંધો ચાલી રહ્યો હતો કે કેમ?
આ પણ વાંચો: Rajkot: કાયદાઓ માત્ર સામાન્ય લોકો માટે જ છે? નેતાની ઓફિસેથી ફાયર વિભાગ નમતી આંખે પરત ફર્યું