ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Panchmahal: લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા! ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો બોગસ ડૉક્ટર

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો પશ્ચિમ બંગાળનો મનોજ ડિગ્રી વિના જ કરતો હતો પ્રેક્ટિસ બોગસ તબીબ પાસેથી રૂપિયા 50,446 નો મુદ્દામાલ જપ્ત Panchmahal: ગુજરાતમાં અત્યારે પોલીસ ખુબ જ સક્રિય થઈ કામ કરી રહી છે. અનેક જગ્યાએ...
08:15 PM Aug 04, 2024 IST | VIMAL PRAJAPATI
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો પશ્ચિમ બંગાળનો મનોજ ડિગ્રી વિના જ કરતો હતો પ્રેક્ટિસ બોગસ તબીબ પાસેથી રૂપિયા 50,446 નો મુદ્દામાલ જપ્ત Panchmahal: ગુજરાતમાં અત્યારે પોલીસ ખુબ જ સક્રિય થઈ કામ કરી રહી છે. અનેક જગ્યાએ...
Panchmahal News
  1. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો
  2. પશ્ચિમ બંગાળનો મનોજ ડિગ્રી વિના જ કરતો હતો પ્રેક્ટિસ
  3. બોગસ તબીબ પાસેથી રૂપિયા 50,446 નો મુદ્દામાલ જપ્ત

Panchmahal: ગુજરાતમાં અત્યારે પોલીસ ખુબ જ સક્રિય થઈ કામ કરી રહી છે. અનેક જગ્યાએ દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે પંચમહાલ (Panchmahal) પોલીસે એક બોગસ તબીબને ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, SOGની ટીમ દ્વારા હાલોલના ઘાટા ગામે હાટડી ચલાવતા મૂળ પશ્ચિમ બંગાળના મનોજ મુકુંદ ગૈનને ઝડપી પાડવામાં આવ્યો છે. મૂળ પશ્ચિમ બંગાળનો મનોજ કોઈ પણ પ્રકારની ડિગ્રી વિના જ પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ બોગસ ડોક્ટર જાણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી પોતાનો રોટલો સેકતો હતો.

આ પણ વાંચો: Panchmahal: ડાળી કાપવાના વાંકે યુવકને તાલિબાની સજા આપી મોત ઘાટ ઉતાર્યો

બોગસ તબીબ પાસેથી રૂપિયા 50,446 નો મુદ્દામાલ જપ્ત

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો, પંચમહાલ (Panchmahal) પોલીસે બોગસ તબીબ પાસેથી રૂપિયા 50,446 નો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. આ સાશે મેડિકલ ઓફિસરને સાથે રાખી પાવાગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. અત્યારે તે બોગસ તબીબ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. પરંતુ ચોંકવનારી વાત એ છે કે, આખરે કેટલાય વર્ષોથી કોઈના ધ્યાને આવ્યા સિવાય કેવી રીતે આ બોગસ તબીબ પ્રક્ટિસ કરતો હતો? શું આ બાબતે તંત્રને કોઈ જાણ હતી કે નહીં? આખરે શા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ડોક્ટર સામે આ પહેલા કોઈ કાર્યવાહી કરવામાં ના આવી?

આ પણ વાંચો: Banaskantha: જિગ્નેશ મેવાણી વિવાદમાં સપડાયા, મનરેગામાં કામ કરતી મહિલાએ કર્યા આક્ષેપો

પંચમહાલથી પણ એક બોગસ ડૉક્ટર ઝડપાયો

પંચમહાલ અત્યારે ઘણું ચર્ચામાં રહ્યું છે. ખાસને વાત કરવામાં આવે તો, ગુજરાતમાં નકલીની ભરમાર ચાલી રહીં છે. ક્યાક નકલી ઓફિસ, ક્યાંક નકલી ચેક પોસ્ટ ઝડપાય છે અને બોગસ ડૉક્ટરની વાત કરીએ તો કેટલાક લોકો એવા ઝડપાયા છે. જે કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા હોય છે. પંચમહાલથી પણ અત્યારે આવો એક બોગસ ડૉક્ટર ઝડપાયો છે.

આ પણ વાંચો: Gujarat Rains Update: હવામાન વિભાગે આપી આગાહી, રાજ્યમાં વરસાદને લઈને આપ્યું રેડ એલર્ટ

Tags :
Bogus doctorGujarati Newslatest newspanchmahalPanchmahal Bogus doctorPanchmahal NewsVimal Prajapatiwithout degree medicine practicing
Next Article