Panchmahal: 10 દિવસમાં 8 મોત છતાં નબીરાઓ બેફામ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર જીવલેણ સ્ટંટ
- Panchmahal માં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર નબીરાઓનો જીવલેણ સ્ટંટ
- દિલ્હી-મુંબઈ કોરિડોર પર નબીરાઓ દ્વારા જોખમી સ્ટંટનો વીડિયો આવ્યો સામે
- સુવિધા માટે બનેલો એક્સપ્રેસવે હવે જાનલેવા સાબિત થતા સ્થાનિકોમાં ચિંતા
- પંચમહાલના આ હાઈવે પર છેલ્લા 10 દિવસમાં 2 અકસ્માતમાં કુલ 8 ના મોત
- ગમખ્વાર જાનહાનિ છતાં કાયદાના ડર વગર સ્ટંટ કરતા નબીરાઓ બેફામ
- મોતના આ કોરિડોર પર પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા સામે ઉઠ્યા અનેક સવાલો
Panchmahal: દેશના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના એક એવા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (Delhi-Mumbai Expressway) પર સુવિધાની સાથે હવે જોખમ પણ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા આ કોરિડોર (Corridor) પર સ્થાનિક નબીરાઓ દ્વારા કરવામાં આવતા જોખમી સ્ટંટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેણે વાહનચાલકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
Panchmahal: જોખમી સ્ટંટબાજોનું મેદાન બન્યો કોરીડોર
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે યુવાનો પોતાની અને અન્યની જિંદગી જોખમમાં મૂકીને હાઈવે પર સ્ટંટ (Highway Stunts) કરી રહ્યા છે. જે એક્સપ્રેસવે મુસાફરોની સુવિધા અને સમય બચાવવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો, તે હવે જોખમી સ્ટંટબાજો માટેનું મેદાન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિકોમાં પણ એવી ચર્ચા છે કે ગતિની મર્યાદા વચ્ચે આ કોરિડોર હવે જાનલેવા સાબિત થઈ રહ્યો છે.
પંચમહાલમાં નબીરાઓના જોખમી સ્ટંટનો વીડિયો
દિલ્હી મુંબઈ કોરિડોર પરનો વીડિયો આવ્યો સામે
સુવિધા માટે તૈયાર કોરિડોર જાનલેવા સાબિત થતો હોવાની ચર્ચા
છેલ્લા 10 દિવસમાં બે અકસ્માતમાં કુલ 8 લોકોના મોત#Panchmahal #DelhiMumbaiCorridor #DangerousStunts #ViralVideo #RoadSafety #AccidentAlert… pic.twitter.com/tWKCKw2f9S— Gujarat First (@GujaratFirst) May 5, 2026
Panchmaha: છેલ્લા 10 દિવસમાં 8 લોકોના મોત
ચિંતાજનક બાબત એ છે કે, આ વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં જ બે ભયાનક માર્ગ અકસ્માત (Road Accidents) સર્જાયા છે, જેમાં કુલ 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આટલી મોટી જાનહાનિ છતાં પણ સ્ટંટબાજ નબીરાઓમાં કાયદાનો કોઈ ડર દેખાતો નથી. આ એક્સપ્રેસવે પર પોલીસ પેટ્રોલીંગ (Police Patrolling) અને સ્પીડ ગન (Speed Gun) જેવી સુવિધાઓ હોવા છતાં, આવા સ્ટંટબાજોને રોકવામાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. લોકોની માંગ છે કે આવા નબીરાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં મોટી દુર્ઘટના ટાળી શકાય.
આ પણ વાંચો: Vadodara માં ડુપ્લીકેટ નોટોનું મોટું કૌભાંડ, બેંકમાં નોટો જમા કરાવા જતાં ભાંડો ફૂટ્યોA


